Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

જામનગર, દ્વારકા, કચ્છમાં સૌથી વધુ સહિત ૧૧૭ તાલુકામાં વરસાદ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૬
અરબ સાગરમાં સર્જાયેલું બિપોરજાેય વાવાઝોડું ૧૫ જૂન ગુરુવારની રાત્રે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. બિપોરજાેય વાવાઝોડું ત્રાટકતા ૧૨૫થી ૧૪૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ વરસ્યો હતો. જે બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં જાેરદાર પવન સાથે ભારે વરસાદ પડતાં મોટાપાયે તબાહી સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા, વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. એટલું જ નહીં સૂસવાટા મારતો પવન અને ભારે વરસાદ પડ્યા બાદ ઠેર ઠેર જનજીવન ઠપ થયું હતું. બીજી તરફ, અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા રાહત અને બચાવકાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે બિપોરજાેય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ પણ શુક્રવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ત્યારે શુક્રવારની બપોરના બાર વાગ્યા સુધીમાં ૧૧૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ૩થી ૪.૭૬ ઈંચ વરસાદ નોંધાયો હતો.બિપોરજાેય વાવાઝોડું ગુરુવારના રોજ રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જેની અસર સમગ્ર ગુજરાતમાં જાેવા મળી હતી. બિપોરજાેય ત્રાટક્યા બાદ રાજ્યના ૧૧૭ જેટલાં તાલુકાઓમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. શુક્રવારની બપોરના બાર વાગ્યા સુધીમાં જામનગરમાં ૪.૭૬ ઈંચ, કચ્છમાં ૪.૦૮ ઈંચ અને દેવભૂમિ દ્વારકામાં ૩.૬૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. બિપોરજાેય ત્રાટક્યા બાદ આ જિલ્લાઓમાં વધારે નુકસાન થયું છે. ઠેર ઠેર વૃક્ષો, વીજળીના થાંભલા અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. જે બાદ જનજીવન પણ ઠપ બન્યું હતું.તો અન્ય તાલુકાઓમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો ખંભાળિયામાં ૩.૪ ઈંચ, લોધિકામાં ૨.૯૨ ઈંચ, માળિયામાં ૨.૪ ઈંચ, ભચાઉમાં ૨.૩૬ ઈંચ, રાજકોટમાં ૨.૩૬ ઈંચ, વાંકાનેરમાં ૨.૦૪ ઈંચ અને જામકંડોરણામાં ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અબડાસા, નખત્રાણા, રાપર, જાેડીયા, ભૂજ, ઉપલેટા, મોરબી, ટંકારા, ધોરાજી, કાલાવાડ ધ્રોલ, ગોંડલ, જેતપુર, ખેડબ્રહ્મા, ઈડર, જુનાગઢ, પ્રાંતિજ, માણસા, તાલાલા, બારડોલી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર વગેરે વિસ્તારોમાં બે ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.મહત્વનું છે કે, બિપોરજાેય વાવાઝોડું ત્રાટક્યા બાદ ૨૯ હજારથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે અને ૨૫ જેટલાં ગામો તેની ચપેટમાં આવ્યા છે. તો આ શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યા બાદ ૧૫૦૦થી પણ વધુ વીજપોલ, તોતિંગ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી છે. આ સિવાય અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. તો દરિયાકાંઠના કેટલાંક વિસ્તારોમાં તો મકાનના છાપરાં પણ ઉડી ગયા હતા. વીજપોલ ઉખડી જતા અનેક ગામોમાં અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ હતી. હજુ પણ રાજ્યમાં સૂસવાટો મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા બચાવ અને રાહતકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સામાન્યથી અતિભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, હાલ બિપોરજાેય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. અરબ સાગરમાં ઉદ્દભવેલા વિનાશક વાવાઝોડાં બિપરજાેયનું ૧૫મી જૂને લેન્ડફોલ થયા બાદ કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતાં વ્યાપક તબાહી ફેલાઈ છે. વાવાઝોડાં અને વરસાદને કારણે સેંકડો વીજળીના થાંભલા ધરાશાઈ થતાં મોટાભાગના વિસ્તારોમાં વીજળીનો પૂરવઠો ખોરવાઈ ગયો છે. અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાઈ થયા હોવાથી રસ્તા પણ બંધ થઈ ગયા છે. હાલ એનડીઆરએફતેમજ ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. સદ્દનસીબે વાવાઝોડાંની સૌથી વધુ અસર જે વિસ્તારોમાં થવાની હતી ત્યાં રહેતા લોકોને પહેલાથી જ સલામત સ્થળે ખસેડી લેવાતા કોઈ જાનહાનિ થયાના અહેવાલ હજુ સુધી સામે નથી આવ્યા. જાેકે, વાવાઝોડાંથી ખેતી તેમજ પશુધનને કેટલું નુક્સાન થયું છે તે વિગતો ધીરે-ધીરે બહાર આવશે. હાલ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં લેન્ડફોલની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ પણ ધોધમાર વરસાદ તેમજ તોફાની પવન ફુંકાઈ રહ્યા છે. રાજ્યના છ તટીય જિલ્લામાં વાવાઝોડાંની સૌથી વધુ અસર જાેવા મળી છે, જાેકે આવતીકાલ સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જાય તેવી શક્યતા છે.
રાજ્યમાં બિપરજાેયને કારણે અત્યારસુધી ૧૧૩૭ વૃક્ષો પડ્યાના અહેવાલ છે. હાલની સ્થિતિમાં વૃક્ષોને હટાવીને ૨૬૦ રસ્તા ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે, ઠેર-ઠેર વીજળીના થાંભલા પડી જતાં ૪૬૦૦ ગામમાં વીજળીનો પુરવઠો ખોરવાયો હતો, જેમાંથી ૩૫૮૦ ગામમાં હાલ સપ્લાય ચાલુ કરી દેવાયો છે. અત્યારસુધી વીજળીના ૫,૧૩૦ થાંભલા પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાંને કારણે ૪૭૪ કાચા અને ૨ પાકા મકાનને નુક્સાન થયું છે, જ્યારે ૬૫ જેટલી ઝૂંપડપટ્ટી વાવાઝોડાને કારણે નેસ્તાનાબૂદ થઈ ગઈ છે.અત્યારસુધી એક લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેના કારણે વાવાઝોડાંને કારણે જાનહાનિ થયાના સમાચાર હજુ સુધી નથી મળ્યા.વાવાઝોડાંની સૌથી વધારે અસર તેની આંખ જ્યાં ટકરાઈ હતી તેવા કચ્છ જિલ્લામાં જાેવા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નલિયાથી માંડવી રોડ પર ઘણા વૃક્ષો પડી ગયા છે, અને કેટલીક જગ્યાએ હાઈવે પર પણ પાણી ભરાયા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોઠારા-ભૂજ હાઈવે પર જ રાત્રે ૨૦૦ જેટલા વૃક્ષો પડ્યા છે, જેમને હટાવવા માટે હાલ કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં, આખાય કચ્છ જિલ્લામાં લગભગ તમામ ઈન્ટરનલ રોડ ઝાડ પડી જવાના કારણે બંધ થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણી જગ્યાએ મોબાઈલ નેટવર્ક પણ ડાઉન થઈ ગયા છે. આખી રાત ભારે પવન ફુંકાયો હોવાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ મકાનોના છાપરાં ઉડી ગયા છે, તેમજ મિલકતોને પણ ખાસ્સું નુક્સાન થયું છે. જાેકે, હાલ પણ ભારે વરસાદ ચાલુ હોવાથી જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેઓ પોતાના ઘરે હજુ સુધી નથી જઈ શક્યા.
બીજી તરફ, વાવાઝોડાનુ લેન્ડફોલ શરૂ થયુ ત્યારે દરિયો પણ તોફાની બન્યો હતો, જાેકે આજે સવાર સુધીમાં લેન્ડફોલની પ્રક્રિયા પૂરી થઈ જતા હવે દરિયો મહદઅંશે શાંત થઈ ગયો છે, પરંતુ વિવિધ પોર્ટ્‌સ પર હજુ સામાન્ય રીતે કામકાજ શરૂ થવામાં થોડો સમય લાગશે તેવું જાણવા મળી રહ્યું છે.વાવાઝોડાંની અસર હેઠળ અમદાવાદમા પણ આજે સવારથી જ તોફાની પવન ફુંકાઈ રહ્યો છે, અને શહેરમાં છૂટાછવાયા ઝાપટાં પણ પડી રહ્યા છે. જાેકે, શહેરમાં સ્થિતિ એકંદરે સામાન્ય છે. પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે આખો દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છમાં આજે પણ ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે અને તેની સાથે ભારે વરસાદ પણ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમા આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે બનાસકાઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, ૧૬મી જૂને સવારે ૧૦ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૩ ઈંચ જેટલો વરસાદ રાજકોટના લોધિકા તાલુકામાં નોંધાયો છે, જ્યારે ગાંધીધામમાં ૨.૭૧ ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય દ્વારકા, જામનગર શહેર, માળિયા, ખંભાળિયા, કચ્છના માંડવી અને ભચાઉમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

Related posts

બાબા બાગેશ્વર અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા

saveragujarat

CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી, અને અમિત શાહ, સાથે કરી મુલાકાત

Admin

નાણાંમંત્રીએ 2024-25ના વર્ષના રજૂ કરેલા બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

Leave a Comment