Savera Gujarat
Other

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા એઈમ્સ રાજકોટના પરાપીપળિયા-ખંઢેરી ખાતેના કાયમી કેમ્પસની 13 ફેબ્રુઆરી, 2022ના રોજ બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન લેશે મુલાકાત

માનનીય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયા 13 ફેબ્રુઆરી, 2022ના રોજ એઈમ્સ રાજકોટના પરાપીપળિયા-ખંઢેરી ખાતેના કેમ્પસની પ્રગતિની મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે. તેમની નિયત મુલાકાત અંદાજે બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે.

નિરીક્ષણ દરમિયાન, માનનીય મંત્રીને કેમ્પસની મુલાકાતે લઈ જવાશે, જેમાં તેના ‘ધર્મશાળા’બિલ્ડિંગમાં તાજેતરમાં શરૂ થયેલ ઓપીડીની મુલાકાત સામેલ રહેશે અને તેના પછી પ્રોજેક્ટના વિવિધ પાસાઓ અને સ્થિતિ વિશેનું વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. માનનીય મંત્રીની સાથે જાહેર પ્રતિનિધિઓ અને જિલ્લા તંત્રના અધિકારીઓ પણ જોડાશે. તેઓનું એઈમ્સ રાજકોટ ખાતે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર (એડમિનિસ્ટ્રેશન), ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે જેના વીષે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો ભારત સરકાર અમદાવાદ દ્વારા પ્રેસ નોટ જાહેર કરાઈ છે.

Related posts

ગીફટ સીટીમાં હવે : શરાબના બાર અને ડાન્સ ફલોરને મંજુરી!

saveragujarat

કલેક્ટર તેરી દાદાગીરી નહીં ચલેગી નહીં ચલેગી ના નારા સાથે ગાંધીનગરની કલેક્ટર કચેરી ગુંજીઊઠી.

saveragujarat

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

saveragujarat

Leave a Comment