Savera Gujarat
Other

તપોધન બ્રાહ્મણ સમાજ સેવાના પ્રમુખની વરણી કરવા મામલે વિવાદ સજૉયો

ચાપલપુર મારવાડા બાર ગામ સમાજ ના રાવલ શૈલેષકુમાર વિશ્વનાથએ પ્રમુખની વરણી સંદર્ભે રોષ વ્યક્ત કરીને મદદનીશ ચેરિટી કમિશનર તથા જિલ્લા રજીસ્ટાર કચેરી હિંમતનગરને કરેલી રજુઆતમાં જણાવ્યા પ્રમાણે બુધવારે સમાજના કેટલાક ગણ્યા ગાંઠ્યા અગ્રણીઓએ નિયમોને નેવે મૂકી પ્રમુખની વરણી કરવા માટે સમાજવાડીમાં ખાસ બેઠક બોલાવી હતી અને તેમાં પ્રમુખ તરીકે કાંતિભાઈ વિઠ્ઠલદાસ રાવલની વરણી કરી દેવામાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી તપોધન બ્રાહ્મણ સમાજનો વિવાદ ચેરીટી કમિશનરમાં ચાલી રહ્યો છે અને તેનો ચૂકાદો પણ આવ્યો નથી ત્યારે તેમ છતાં કેટલાક અગ્રણીઓએ પોતાની મનમાની પચલાવી નવા પ્રમુખ વરણી કરી દીધી હતી જેને લઈને આજ સમાજના અન્ય એક જૂથમાં નારાજગી જોવા મળી હતી સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ આ સમાજના અગાઉના પ્રમુખ પણ વર્તમાન પ્રમુખના નજીકના સગા હતા અને હજુ પણ જાણે કે સગાવાદ ચલાવવાનું હોય તેમ લાગી રહ્યું છે સમાજના પ્રમુખ અને કારોબારીની વરણી કરવા કેટલાક ગામના અગ્રણીઓને મધ્યસ્થી તરીકે નિમ્યા હતા પરંતુ તેમની સાથે ચર્ચા વિચારણા કર્યા વગર નવા પ્રમુખની વરણી કરી દીધી હોવાનો આક્ષેપ કરાયો છે હાલ તો નવા પ્રમુખની વરણીને અને કાયદાનું કેટલું સમર્થન મળે છે તે હવે જોવું રહ્યું

Related posts

અમિત ભાઈ અને ભૂપેન્દ્ર પટેલ મુક્ત ગગનમાં પતંગ ઉડાવી ઉતરાયણ પર્વમાં સહભાગી થયા હતા

saveragujarat

નવસારીમાં ચીકુ લીલા રહેતા ખેડૂતો સાથે વેપારીઓ ચિંતામાં

saveragujarat

સગાઈ તૂટ્યા બાદ યુવકની પાછળ પડી હતી પૂર્વ ફિયાન્સી

saveragujarat

Leave a Comment