Savera Gujarat
Other

ગુજરાત પોલીસનુ નામ રોશન કરતા મોડાસાના બે જાંબાઝ મહિલા પોલીસ અધિકારીની સરાહનીય કામગીરી સામે લોકો ખુબ સરાહના કરી રહ્યા છે.

સવેરા ગુજરાત:-  અરવલ્લી જિલ્લાના મોડાસા મહિલા પી.આઈ નીતિમિકા ગોહિલ કાયદો વ્યવસ્થા જાળવવામાં મજબુત સાબિત થઈ રહ્યાં છે તો બીજી બાજુ , મોડાસા સેકન્ડ પી.એસ.આઇ તરીકે મહિલા પોલીસ અધિકારી એસ.ડી.માળી વણઉકેલાયા કેસો ઉકેલવામાં માહિર હોવાથી આજે લોકો આ બન્ને જાંબાઝ પોલીસ અફ્સર ની વાહવાહી કરતા ઉણા ઉતરતા નથી .

સવેરા ગુજરાત મોડાસા:-કહેવાય છે કે અરવલ્લી જિલ્લાનું મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન માથાના દુખાવા સમાન છે વ્યવિધ્ય કેસો થી ઉભરાતું મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વી.આઈપીઓ થી લઇ વી.વી.આઈપી તેમાં પણ રાજકારણ થી લઇ પત્રકારોથી છલોછલ હોવા છતાં પણ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન એક જ નજરે કાયદા હેઠળ ચલાવવું તેવામાં પણ પોલીસ ઉપર ખોટા આક્ષેપો સહન કરવાની સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની બુદ્ધિ મતા નું કામ એક મહિલા પોલીસ અધિકારી કરી રહ્યાં છે મહિલા પોલીસ અધિકારી નીતિમિકા ગોહિલ મૂળ વતન ભાવનગર ના સોનગઢ ગામના છે પોલીસ ક્ષેત્ર પડકાર તેમજ મહેનત અને પરિશ્રમ થી મહિલા પી.આઇ ની ઉત્કૃષ્ટ કામગીરી વખણાઈ રહી છે ત્યારે મોડાસા સેકન્ડ પી.એસ.આઇ તરીકે મહિલા પોલીસ અધિકારી એસ.ડી.માળી પણ મોડાસા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવી રાખવા સાથે જ કાયદા નું પાલન કરાવી વણઉકેલાયા કેસો ઉકેલવામાં સફળ કામગીરી કરી રહ્યાંની ચર્ચાઓ મોડાસા નગરજનો કરી રહ્યાં છે બંનેવ મહિલા પોલીસ અધિકારીની સૂચનાઓ હેઠળ
મોડાસા ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમ ના સ્ટાફની ન્યાયિક અને મહત્વની ભૂમિકા જોવા મળી રહી છે

Related posts

લમ્પી વાયરસના કારણે દેશભરમાં ૫૮ હજારથી વધુ ગાયોના મોત

saveragujarat

ભારતનો વિકાસ દર લક્ષ્યાંક ઘટાડતી આંતરરાષ્ટ્રીય એજન્સી

saveragujarat

ગ્રીષ્મા મર્ડર કેસનો મામલો-ફેનિલે આજે ફરી કોર્ટમાં ગુનો કબૂલ કરવા પર ઈંકાર કર્યો.

saveragujarat

Leave a Comment