Savera Gujarat
Other

અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત આગામી તારીખ ૮ એપ્રિલ-૨૦૨૨ ના રોજ પરિક્રમાનો પ્રારંભ થશે

ભારતના સૌથી મોટા લાઈટ અને સાઉન્ડ શો નુ લોકાર્પણ કરવામાં આવશે – કલેકટર આનંદ પટેલ

સવેરા ગુજરાત/અંબાજી તા.૦૭ :વિશ્વ પ્રસિદ્ઘ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સુચારું આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે કલેકટર બનાસકાંઠા આનંદ પટેલ ના અધ્યક્ષપદે કલેકટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરએ જણાવ્યું કે, દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળાની જેમ જ પ્રતિવર્ષ ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવશે. જગત જનની મા જગદંબા ના સાનિધ્યમાં યોજાનાર આ પરિક્રમા મહોત્સવ ભારતીય સંસ્કૃતિ અને પરાપૂર્વથી ચાલી આવતી શક્તિ પૂજાની પરંપરાને ઉજાગર કરે છે. આ પરિક્રમાનો લાભ લેવા તેમણે દરેક વર્ગના શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી.
આ પરિક્રમા મહોત્સવમાં વધુમાં વધુ લોકો જોડાય અને દર્શનનો લાભ તે માટે બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં કુલ પાંચ “શક્તિ રથ” દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા વિશે લોકોને માહિતગાર કરાઇ રહ્યા છે.
આ પરિક્રમા મહોત્સવના આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. બેઠકમાં સંબંધિત સમિતિઓના અધિકારીઓને સોંપવામાં આવેલ કામગીરી અને આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને પરિક્રમા મહોત્સવ અંગેની સમગ્ર કામગીરી સારી રીતે થાય તે માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ કલેક્ટર શ્રી આનંદ પટેલે આપી હતી.
આ બેઠકમાં એ. ટી. પટેલ અધિક નિવાસી કલેકટર,  આર. કે. પટેલ વહીવટદાર શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તથા સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

યુવક યુ-ટ્યુબ જાેઇ રહ્યો હતો ને મોબાઇલમાં થયો વિસ્ફોટ

saveragujarat

વિશ્વ ગુજરાતી સમજ-યુથ વિંગમા આકાશ પટેલની કો-કન્વીનર તેમજ સંગઠન કો-ઓર્ડીનેટર તરીકે નીમણુક કરાઈ છે.

saveragujarat

દિલ્હીના મુડકા વિસ્તારની બિલ્ડીંગમાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડમાં ૨૭ નાગરીકોના મોત

saveragujarat

Leave a Comment