Savera Gujarat
Other

અરવલ્લીઃબાયડ-ઉભરાણથી અણીયોર બસ શરૂ કરવા લોકોની ઉગ્ર માંગ,અચાનક રુટ પર બસ બંદ થતા લોકોમા આક્રોસ.

સવેરા ગુજરાત:- માલપુરના ખલીકપુરના ગામલોકો દ્વારા બાયડ-ઉભરાણ ખલીકપુર બસ શરૂ કરવા માટે મોટી સંખ્યામાં ગામલોકો એ રજૂઆત કરી હતી, છેલ્લા ચાલીસ વર્ષ થી શરૂ થયેલ બસ એકાએક બંધ કરી દેતા રોષ જોવા મળ્યો છે.સાતરડા હાઈસ્કૂલમાં આસપાસના દસ થી વધુ ગામડાઓના વિદ્યાર્થીઓ બસ દ્વારા અભ્યાસ અર્થે આવતા હતા. પરંતુ આ બસ એકાએક બંધ કરી દેતા ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા ખાનગી વાહન માં ભાડુ ખર્ચીને પણ જીવના જોખમે શાળામાં આવતા મુશ્કેલી સર્જાઈ છે.ગરીબ વિદ્યાર્થીઓ દરરોજ ભાડા ના કારણે શાળા માં આવાનું બંધ કરી દેતા શિક્ષણથી વંચિત છે.જેથી સાતલડા કેળવણી મંડળ ના હોદેદારો તથા સાતરડા સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમજ આગેવાનો દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 

Related posts

કબ્રસ્તાનમાં દર વર્ષે હજારો લોકો દફનાવવામાં આવે છે

saveragujarat

ગુજરાતને કુપોષણમુક્ત બનાવવા રાજ્ય સરકારનો માસ્ટર પ્લાન તૈયારઃ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ

saveragujarat

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સેવાર્થે વેલેટ પાર્કિંગ સુવિધા શરૂ

saveragujarat

Leave a Comment