Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મુલાકાતીઓથી કંટાળી ગયો ઋષભ પંતનો પરિવાર

દહેરાદૂન, તા.૨
શુક્રવારના રોજ ક્રિકેટર ઋષભ પંત એક ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો. કાર અકસ્માત પછી તે ઈજાગ્રસ્ત પણ થયો હતો અને દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ગઈકાલે તેની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ પ્રાપ્ત જાણકારી અનુસાર ઋષભ પંતને મળવા માટે એટલા લોકો આવે છે કે તેને આરામ કરવાનો પૂરતો સમય નથી મળતો. ઉલ્લેખનીય છે કે, નેતાઓ, મંત્રીઓ, અધિકારીઓ અને અભિનેતાઓ તેના ખબરઅંતર પૂછવા માટે આવતા રહેતા હોય છે. ઋષભ પંતના પરિવારના લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, હોસ્પિટલના મુલાકાતના કલાકો પછી પણ લોકો તેને મળવા આવે છે. ઋષભ પંતની સારવાર કરી રહેલી ટીમ સાથે સંકળાયેલ એક વ્યક્તિએ જણાવ્યું કે, ઋષભ પંતને આરામ કરવાનો સમય મળે તે જરૂરી છે. શારીરિક જ નહીં તેને માનસિક આરામની પણ જરૂર છે.અકસ્માતને કારણે જે ઈજાઓ થઈ છે તેના કારણે તેને હજી પણ દુખાવાની ફરિયાદ છે. તેણે મુલાકાતીઓ સાથે વાતચીત કરવી પડે છે જેના પરિણામે ઉર્જા વ્યય થાય છે. આ એનર્જી તે રિકવરી માટે બચાવી શકે છે. જે લોકો તેને મળવા આવે છે તેમણે થોડો સમય રોકાઈ જવુ જાેઈએ અને આરામ કરવાની તક આપવી જાેઈએ. હોસ્પિટલના એડમિન વિભાગના એક સભ્યએ જણાવ્યું કે, ઋષભ પંતને જે લોકો મળવા આવી રહ્યા છે તેમની ઓળખ કરવા માટેની કોઈ વ્યવસ્થા નથી. ઉલ્લેખનીય છે કે સવારના ૧૧ વાગ્યાથી લઈને ૧ વાગ્યા સુધી તેમજ સાંજે ચારથી લઈને પાંચ વાગ્યા સુધી દર્દીઓની મુલાકાત કરી શકાય છે. પણ એક સમયે એક જ મુલાકાતી પ્રવેશ કરી શકે છે. ઋષભ પંતનો કેસ હાઈપ્રોફાઈલ હોવાને કારણે ઘણાં મુલાકાતીઓ આવે છે અને સમસ્યા સર્જાય છે. ઉલ્લેખનીય છે કે, અભિનેતા અનુપમ ખેર અને અનિલ કપૂર, ક્રિકેટર નિતિષ રાણા અને ધારાસભ્ય ઉમેશ કુમાર તેમજ સ્થાનિક અધિકારીઓએ ઋષભ પંતની મુલાકાત લીધી હતી. તે સમયે ક્રિકેટર ૈંઝ્રેંમાં હતો અને તેની સારવાર ચાલી રહી હતી. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશનની ટીમ પણ શનિવારના રોજ ઋષભને મળવા માટે આવી હતી. હોસ્પિટલના સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, રવિવારના રોજ ક્રિકેટરને ૈંઝ્રેંમાંથી પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

Related posts

ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતીની સત્તા સ્કૂલોને આપો શાળા સંચાલક મંડળની માંગ

saveragujarat

સાપ્તાહિક કોરોના વાયરસના કેસોમાં ૧૧%નો ઉછાળો

saveragujarat

જામનગરમાં પતંજલિ યોગ સમિતિના ગુજરાત રાજ્ય કાર્યકારીની યોજાઈ બેઠક

saveragujarat

Leave a Comment