Savera Gujarat
Other

ગુજરાતે 10 કરોડ ડોઝ વેક્સિનેશનમા સીધ્ધી હાંસલ કરી.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની “સવારે ૧૦ વાગ્યે ૧૦ મીનીટે ” અમદાવાદના સનાથલ ગામમાં “હર ધર દસ્તક” યોજવામા આવી હતી
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યની કોરોના રસીકરણ ૧૦ કરોડ ડોઝની સિધ્ધિ સંદર્ભે સવારે ૧૦:૧૦ મીનિટે અમદાવાદના સનાથલ ગામમાં “હર ધર દસ્તક” દઇ ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો હતો.
ગુજરાતમાં કોરોના રસીકરણના ૧૦ કરોડ ડોઝ થયા હોવાના અવસરે અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે સનાથલ ગામ થકી રાજ્યના તમામ નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો.
રાજ્યમાં કોરોના રસીકરણના ૧૦ કરોડ ડોઝ પૂર્ણ થવાની અદ્વિતીય સિધ્ધી બદલ મંત્રી શ્રી એ રાજ્યના આરોગ્યકર્મીઓ અને નાગરિકો પ્રત્યે આભારભાવ પ્રગટ કર્યો હતો.

રાજ્યની કોરોના રસીકરણ કામગીરીમા ૧૦ કરોડ ડોઝની સિધ્ધી બદલ રાજ્યના આરોગ્યકર્મીઓ અને નાગરિકોનો આરોગ્યમંત્રી શ્રીએ આભાર  માન્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૧૬ મી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ દેશભરમાં શરૂ થયેલા કોરોના રસીકરણ મહાઅભિયાન સંદર્ભે અકલ્પનીય કામગીરી “ગુજરાતે કરી બતાવી  છે – ૧૦ કરોડ ડોઝ” પુર્ણ થવામા જનતાનો સમ્પુર્ણ સહકાર સાંપડ્યો છે.

કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્યના દર્દીઓનો હોસ્પિટલાઇઝેશન દર નીચો રાખવા રસીકરણ આશીર્વાદરૂપ સાબિત થયું હોવની જાણકારી આપી હતી.
રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ રસીના ડોઝ આપવામાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર હોવાનું મંત્રી શ્રીએ ગૌરવ સાથે વાત રજુ કરી હતી.
આરોગ્ય મંત્રીશ્રી એ કોરોના મહામારીમાં સમગ્ર રાજ્યે એકજૂથ થઇને કોરોના રસીકરણને આવકારી આ સિધ્ધિને સિધ્ધ કરી છે તેમ જણાવી રાજ્યના તમામ કોરોના વોરીયર્સ, હેલ્થકેર વર્કસ, આંગણવાડી કાર્યકરો અને નાગરિકો ૧૦ કરોડ ડોઝની સિધ્ધી સંદર્ભે અભિનંદન પણ આપ્યા હતા.

 ચલો જાણીએ 10 કરોડ રસીકરણની સફર કેવી રહી .

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં અને રાજ્યમાં ૧૬મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-૧૯ રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો.
12મી જાન્યુઆરી-2021ના રોજ સૌપ્રથમ વખત ગુજરાતને ભારત સરકારશ્રી તરફથી કોવિડ-19 રસીનો જથ્થો પ્રાપ્ત થયો હતો.
સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય છે.31મી જાન્યુઆરી, 2021ના રોજથી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું.
ભારત સરકારની સુચના મુજબ ૧ માર્ચ, 2021 થી આખા દેશની સાથે, ગુજરાતમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા બધાને કોવિડ-૧૯ની રસીકરણ શરૂ કરવામાં આવી. ૧લી એપ્રિલ, 2021 થી 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.
૧લી મે, 2021ના રોજથી રાજ્યમાં રાજ્યના 7 કોર્પોરેશન તથા 3 જિલ્લા માં 18-44 વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ ૪થી જુન, ૨૦૨૧થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.
તાજેતરમાં 3 જાન્યુઆરી 2022 ના રોજ રાજ્યના 15 થી 17ની વયના તરૂણો માટે કોરોના રસીકરણ કામગીરી શરૂ થઇ. 10 મી જાન્યુઆરીએ રાજ્યના કોરોના વોરીયર્સ, ફ્રંટલાઇન વોરીયર્સ અને વયસ્કો માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ.

ઇન્ડિયા ટુડે હેલ્થગિરી એવોર્ડ્સ ૨૦૨૧, તા. ૦૨.૧૦.૨૦૨૧ના રોજ દિલ્હીમાં રજૂ કરવામાં આવ્યા. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી મનસુખ માંડવિયા દ્વારા ગુજરાતને “રાજ્ય દ્વારા શ્રેષ્ઠ રસીકરણ અભિયાન” ના વિજેતા જાહેર કરી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

Related posts

મસ્જિદમાંથી નમાજ ચાલુ થતા સ્મૃતિ ઈરાનીએ ભાષણ અટકાવ્યુંં

saveragujarat

માલધારી સમાજના આક્રોશ ઠંડો કરવા બે દિવસિય વિધાનસત્ર દરમિયાન બહુમતિથી રખડતાં ઢોર નિયંત્રણ વિધેયક પરત લીધું

saveragujarat

અમદાવાદ પશ્ચિમના સાંસદની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરે સંગઠનની રચના કરવામાં આવશે

saveragujarat

Leave a Comment