Savera Gujarat
Other

અડ્ધી રાત્રે બે રાજ્યના મુખ્યમંત્રી વચ્ચે છેડાઈ ગયું ટ્વિટર યુધ્ધ, આવો જાણીએ શું હતો મામલો.

સવેરા ગુજરાત/નવી દિલ્હી:- ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો રાજકીય માહોલ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. યુપીના રાજકારણના બે દીગ્ગજ ચહેરા યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ વચ્ચે આજે અડ્ધી રતે ટ્વિટર યુદ્ધ જામ્યુ હતુ.

પહેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક પછી એક અનેક ટ્વીટ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા. ત્યારબાદ કેજરીવાલે તેનો જવાબ પોતાના અંદાજમાં આપ્યો. યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે કેજરીવાલને તો ખોટું બોલવામાં મહારથ હાંસલ છે. જ્યારે આખો દેશ આદરણીય પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો, ત્યારે કેજરીવાલે પ્રવાસી મજૂરોને દિલ્હીથી બહારનો રસ્તો દેખાડી દીધો હતો.

પોતાની બીજી ટ્વીટમાં યોગીએ લખ્યું કે ‘સાંભળો કેજરીવાલ, જ્યારે સમગ્ર માનવતા કોરોનાની પીડાઈથી કણસી રહી હતી તે સમયે તમે યુપીના કામદારોને દિલ્હી છોડવા માટે વિવશ કર્યા. નાના બાળકો અને મહિલાઓ સુદ્ધાને અડધી રાતે યુપીની સરહદ પર અસહાય છોડવા જેવું અલોકતાંત્રિક અને અમાનવીય કાર્ય તમારી સરકારે કર્યું. તમને માનવતાદ્રોહી કહીએ કે .

યોગી બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જવાબ આપ્યો. તેમણે કહ્યું, ‘સાંભળો યોગી, તમે તો રહેવા જ દો. જે રીતે યુપીના લોકોની લાશો નદીમાં વહી રહી હતી અને તમે કરોડો રૂપિયા ખર્ચ કરીને મેગેઝીનમાં તમારી ખોટી વાહવાહની જાહેરાતો આપી રહ્યા હતા. તમારા જેવો નિર્દયી અને ક્રૂર શાસક મે નથી જોયો.

તમારી ભાષા મુખ્યમંત્રીની જગ્યાએ રસ્તા છાપ નેતાની છે
આ બાજુ આપ નેતા સંજય સિંહે યોગી આદિત્યનાથની ભાષા પર સવાલ ઉઠાવ્યા છે. સંજય સિંહે ટ્વીટ કરીને કહ્યું કે સાંભળો આદિત્યનાથ શું તમને નથી લાગતું કે તમારી ભાષા મુખ્યમંત્રીની જગ્યાએ રસ્તા છાપ નેતાની છે..?

છત્તીસગઢ કોંગ્રેસ પણ કૂદી પડી
કેજરીવાલ અને યોગી આદિત્યનાથની ટ્વિટર વોરમાં છત્તીસગઢ કોંગ્રેસ પણ કૂદી. છત્તીસગઢ કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી લખ્યું કે ‘સાંભળો યોગી-કેજરીવાલ, તમે બંને આ નૂરા કુશ્તી કરીને દેશને બેવકૂફ ન બનાવો. સાચું તો એ છે કે જનતાની બંનેને કોઈ ચિંતા નથી. બંને નાગપુરવાળાના “Arvind Now” અને “Yogi Now” છે.

અત્રે જણાવવાનું કે આ અગાઉ અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદમાં અપાયેલા નિવેદન પર પલટવાર કર્યો હતો. કેજરીવાલે પીએમના એ નિવેદનને ખોટું ગણાવ્યું હતું જેમાં તેમણે દિલ્હી સરકારે કોરોના વાયરસ મહામારી દરમિયાન લોકોને દિલ્હી છોડીને જવા માટે કહ્યું હતું એમ જણાવ્યું હતું. તેમણે પીએમના નિવેદન બાદ ટ્વીટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રીનું આ નિવેદન સાવ ખોટું છે. દેશ આશા રાખે છે કે જે લોકોએ કોરોનાકાળની પીડાને સહી, જે લોકોએ પોતાના ગુમાવ્યા, પ્રધાનમંત્રીજી તેમના પ્રત્યે સંવેદનશીલ રહે. લોકોની પીડા પર રાજકારણ કરવું પ્રધાનમંત્રીજીને શોભા આપતું નથી.

પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન સંસદમાં શું કહ્યું હતું ?
પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે ‘તે સમયે દિલ્હીમાં એવી સરકાર હતી, જે છે, તે સરકારે તો જીપ પર માઈક બાંધીને દિલ્હીની ઝૂપડપટ્ટીઓમાં ગાડી ઘૂમાવીને લોકોને કહ્યું કે સંકટ મોટું છે, ભાગો, ઘરે જતા રહો, ઘરે જાઓ. અને દિલ્હીથી જવા માટે બસો આપી. અડધે રસ્તે છોડી મૂક્યા અને શ્રમિકો માટે અનેક મુસીબતો પેદા કરી દીધી. આ કારણે યુપી, પંજાબ, અને ઉત્તરાખંડમાં જે કોરોનાની આટલી ગતિ નહતી, એટલી તીવ્રતા નહતી પણ આ પાપને કારણે કોરોનાએ ત્યાં પણ લોકોને ઝપેટમાં લઈ લીધા.

 

Related posts

બોલીવુડમાં ફરી ડ્રગ્ઝકાંડ : શ્રધ્ધાકપૂરના ભાઇની ધરપકડ

saveragujarat

અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી

saveragujarat

કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે બિન સંસદીય શબ્દો વાપરતા 7 દિવસ માટે સસ્પેન્ડ,કોંગ્રેસનું વોકઆઉટ-વિધાનસભામાં થયો મોટો હોબાળો

saveragujarat

Leave a Comment