Savera Gujarat
Other

દાણલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનોનું અનાજ કૌભાંડ ચલાવતો રમેશ મારવાડી કોણ?

ર્દાણલીમડા, મણીનગર, ઇસનપુર, ઘોડાસરના કેટલાક સંચાલકો ગરીબોના મોઢાનો કોળિયો છીનવી રહ્યા હોવાની ભારે ચર્ચા
જુઓ સવેરા ગુજરાત ન્યુઝનો વિશેષ અહેવાલ – હાર્દિક શેઠ
પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગની દુકાનોના લાયસન્સ આપવામાં આવે છે કે જેના થકી ગરબી રેખા હેઠળ આવતા તમામ લોકોને સસ્તા ભાવનું અનાજ મળે પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં આ ગરીબોને મળતા અનાજના કાળા કારોબારીઓ એટલી હદે બેફામ બન્યા છે કે ગરીબો માટે આવતું અનાજ બારોબાર વેચી મારવાનો કામ કરી રહ્યા છે.

અહીં વાત કરીએ તો મણીનગર, ઇસનપુર, ઘોડાસર સહિતના વિસ્તારની રેશનિંગની દુકાનોના માલિક દ્વારા નારોલ વિસ્તારના અનાજ દળવાની ઘંટી ચલાવતા રમેશ મારવાડી સાથે ઘરોબો રાખેલી પુરવઠા અધિકારી દ્વારા આપવામાં આવતો અનાજ જથ્થો બારોબાર રમેશ મારવાડી નામના શખ્શની અનાજ દળવાની ઘંટી ઉપર વેચી મારવાનું મસમોટુ કૌભાંડ ચલાવી રહ્યા છે અને તે અનાજ દળીને નારોલ અને મણીનગરનીની જ હોટલોમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે છતાં પણ દાણીલીમડા પોલીસ સ્ટેશનના ગણ્યા ગાંઠ્‌યા બની બેઠેલા પોલીસ કર્મચારીઓ રમેશ મારવાડીને છાવરતાં હોવાથી તેના ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને સાથે સાથે રેશનીંગ દુકાન ચલાવતા માલિકો ઉપર કષ્ઠૈ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ સસ્તા અનાજનાની દુકાન ચલાવતાં સંચાલકોને કોઈ પણ જાતનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે જાે કષ્ઠૈ અને પોલીસ દ્વારા ભેગા થઈ આવા તત્ત્વોને પકડવામાં આવે તો મોટા પ્રમાણ માં કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

Related posts

વર્ષોજુની સમસ્યાનો સુખદ અંત લાવવા જામનગરના યુવા ડેપ્યુટી મેયરની મેહનત અને રજુઆત રંગ લાવી.

saveragujarat

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે NFSUના ત્રિપુરા કેમ્પસનું ભૂમિપૂજન-શિલાન્યાસ સંપન્ન

saveragujarat

વિશ્વ યોગ દિવસે અમદાવાદ જિલ્લાના કુલ ૨,૨૫૭ સ્થળોએ કરાશે ઉજવણી, ૪.૩૦ લાખથી વધુ નાગરિકોએ યોગ દિનની ઉજવણીમાં સહભાગી થશે

saveragujarat

Leave a Comment