Savera Gujarat
Other

વર્ષોજુની સમસ્યાનો સુખદ અંત લાવવા જામનગરના યુવા ડેપ્યુટી મેયરની મેહનત અને રજુઆત રંગ લાવી.

સવેરા ગુજરાત/જામનગર:-  છેલ્લા કેટલાય વર્ષોથી જામનગરના રાજમોતી- મોહનનગરના સ્થાનિકોની પાણીના નિકાલની સમસ્યા શહેર અને વિસ્તારના યુવા ડેપ્યુટી મેયરના અથાગ પ્રયાસે આતુરતાનો અંત આવ્યો છે.

શહેરમાં વરસાદ પડે એટલે વોર્ડ નંબર 11નો વિસ્તાર રાજમોતી મોહનનગર બેટમાં ફેરવાયેલો નજરે જોવા મળે. છેલ્લા કેટલાય વર્ષોથી અહીં રહેતા નાગરિકો પાણીના નિકાલ માટેની આ ગંભીર સમસ્યાથી હાલાકી ભોગવી રહેલા છે. વરસાદમાં પાણી ભરાઈ જવાને કારણે પાણીનું ઘરમાં ઘુસી જવું, સ્કૂલ જવા માટે બળકોને પડતી મુશ્કેલી, ગૃહણીઓને અવર જવરમાં મુશ્કેલી જેવી કેટલીય મુશ્કેલીઓનો સામનો આ વિસ્તારના લોકો કરી રહ્યા હતા. અનેક વાર કોર્પોરેશનમાં રજુઆત કર્યા છતાંય કોઈ ઉકેલ જોવા મળતો નહોતો. પરંતુ આ પાણીની સમસ્યાને હલ કરવાનું બીડું ઝડપ્યું નવયુવા ડેપ્યુટી મેયર તપન જસરાજ પરમારે. તપન દ્વારા વારંવાર અધિકારીઓ તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરવામાં આવી અને અંતે વર્ષોથી ચાલી આવતી આ ગંભીર સમસ્યાનો સુખકારી અંત આવ્યો અને તપન પરમાર, સ્થાનિક કોર્પોરેટર તેમજ સ્થાનિકોને અથાગ પ્રયાસે પાણીના નિકાલ માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, મેયર બીનાબેન કોઠારીના હસ્તે નાણાંપંચની ગ્રાન્ટ અન્વયે રુપિયા 132.85 લાખના ખર્ચે સ્ટોર્મ ડ્રેનેજ વૉટર બનવાનું કામનું ખાત મુહુર્ત કરી શ્રીગણેશ કરવામાં આવ્યા.

આ પ્રસંગે રાજમોતીના સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. વર્ષોથી ચાલી આવતી વરસાદી પાણીના નિકાલની સમસ્યા નો અંત યુવા ડેપ્યુટી મેયર તપન પરમાર એ અથાગ મેહનત અને રજુઆત કરી સાર્થક કરી બતાવ્યો છે ત્યારે રાજમોતીના સ્થાનિકોએ પણ તપન પરમારને તેમના આ પ્રયાસ બદલ અભિનંદન અને આશિષ પાઠવ્યા હતા.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર તપન જસરાજ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, મહામંત્રી મેરામણ ભાટુ, કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા, હિનલબેન પટેલ, ભરતભાઈ પરમાર, વરિષ્ઠ આગેવાન જસરાજભાઈ પરમાર, વેલજીભાઇ નકુમ, પ્રવીણભાઈ પરમાર, હરૂભા જાડેજા તથા બહોળી સંખ્યામાં રાજમોતીના રહેવાસીઓ ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા અને આ મુશ્કેલીના અંતની પળને વધાવી હતી.

Related posts

વધુ ઉંમર ગન લાઇસન્સ રીન્યુ ન કરવાનું બહાનું ન હોઈ શકે : હાઈકોર્ટ

saveragujarat

મોડાસામાં ખાદ્ય પદાર્થના વેપારીને પાંચ લાખનો દંડ,ભેળસેળીયા વેપારીઓની હવે ખેર નથીઃ

saveragujarat

રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં લો પ્રેશર સિસ્ટમથી અતિ ભારે વરસાદની આગાહી ઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સ્કૂલ કોલેજાેમાં બંધ

saveragujarat

Leave a Comment