Savera Gujarat
Other

ગાંધીનગરનું ગિફટ સિટી હવે વિશ્વ કક્ષાની ફાયનાન્સીયલ-ટેકનોલોજી યુનિવર્સિટીને આકર્ષશે

નવી દિલ્હી,તા. 1
અમદાવાદ સ્થિત ગિફટ સિટીમાં હવે સરકાર વધુ સારી સુવિધાઓ અને નવું આંતરરાષ્ટ્રીય લવાદ સેન્ટર પણ સ્થાપવા જઇ રહી છે જેમાં હવે વિશ્વની કંપનીઓને આકર્ષવા માટે સરકારે એક ફીનટેંક ટેકનિકલ એન્ડ મેનેજમેન્ટ કોર્સ પણ ઓફર કરવાની જાહેરાત કરી છે.

હાલ ફાયનાન્સીસ ટેક્સ સિટી તરીકે ઓળખાતા આ સેન્ટરને હવે એક આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન હબ તરીકે પણ વિકસાવવા માટે તૈયારી કરી છે અને ગિફટ સિટીમાં સરકાર આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને ઇન્સ્ટીટયુટને વિવિધ પ્રકારના ફાયનાન્સીયલ મેનેજમેન્ટ, ફાયનાન્સીયલ ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્જીનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ વગેરેનો અભ્યાસ કરવા છૂટ આપશે. સૌથી મહત્વની બાબત એ છે કે ગિફટ સિટીમાં આ પ્રકારની આ પ્રકારની આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્ધાઓને સ્થાનિક શિક્ષણ વિભાગના કે યુનિવર્સિટીના કોઇ પણ કાનૂન લાગુ થશે નહીં અને જે યુનિવસિટી પોતાના ક્ષેત્રમાં કામ કરતી હોય ત્યાંના કાનૂન લાગુ થશે.

આ ઉપરાંત ગિફટ સિટીમાં શીપ લીઝીંગ એન્ડ ફાયનાન્સીયલ સેન્ટર પણ ચાલુ કરાશે. આ ઉપરાંત ઓફશોર ફંડ મેનેજમેન્ટ અને ઓફશોર બેન્કીંગ પ્રવૃતિઓને પણ પ્રોત્સાહન અપાશે. આમ ગિફટ સિટી એ ફક્ત ફાયનાન્સીયલ જ નહીં એજ્યુકેશનલ અને અન્ય ક્ષેત્રમાં પણ કામ કરશે. ખાસ કરીને સાયન્સ અને ટેકનોલોજી અને એન્જીનીયરીંગમાં આ ગિફટ સિટીને દેશને મહત્વનું સ્થાન બનાવાશે. આ ઉપરાંત ગિફટ સિટીમાં એક આંતરરાષ્ટ્રીય આરબીટેશન સેન્ટર શરુ કરાશે. ભારતમાં કંપનીઓ વચ્ચે સર્જાતા વિવાદમાં તે લવાદ તરીકે કામ કરશે અને તેમાં ભારતીય અદાલતોની હકુમત મર્યાદિત હશે. આ રીતે ગિફટ સિટીમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ આપવાનું કામ કરવામાં આવશે.

Related posts

મહેસાણા, પાટણમાં લકઝરી બસ અને નર્મદાથી અકલેશ્વર જતી એસ.ટી બસના સર્જાયેલા ત્રણ અકસ્માતમાં ૫૩ લોકોને નાની મોટી ઇજા : ૪ની હાલત ગંભીર

saveragujarat

આવકવેરાના દર ઘટાડો : લોકોના હાથમાં વધુ નાણા આવશે : સીઆઈઆઈ

saveragujarat

ગુજરાત સરકારના ઓનલાઈન બજેટ કરવાના અરમાનો હાલ નિષ્ફળ નિવડ્યા છે.

saveragujarat

Leave a Comment