Savera Gujarat
Other

પોલીસનો યુનિફોર્મ પહેરી જીપમાં ગીત પર ડાન્સ કરતાં ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરતાં કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક

ગુજરાત પોલીસના ધજ્જિયા ઉડાવતો એક વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે. જેમાં પોલીસ વર્દી પહેરેલા કેટલાક ઓફિસર પોલીસ જીપમાં સવાર થઈને ગીત પર ઝૂમી રહ્યા છે. જોકે, પોલીસ જવાનોને આ રીતે તાગડધિન્ના કરવુ ભારે પડ્યુ હતું. વીડિયો વાયરલ થયા બાદ પુર્વ કચ્છ એસપી દ્વારા એ-ડિવિઝનના ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક વીડિયોમાં ચાર પોલીસ કર્મીઓ કારમાં સવાર થઈને યુનિફોર્મ પહેરીને એક ગીત પર ઝૂમી રહ્યાં છે. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તપાસ કરતા જાણવા મળ્યુ કે, જગદિશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરી કચ્છના એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવે છે. આ ત્રણેય જવાન સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા નજર આવ્યા હતા. તેઓ કારમા હાથ હલાવીને ઝૂમી રહ્યા હતા.

Related posts

જય રાઉતની ઈડીએ ૨૨ ઓગસ્ટ સુધી કસ્ટડી વધારી

saveragujarat

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૯૦ કેસ નોંધાયા

saveragujarat

સરકાર ભૂપેન્દ્ર પટેલનું આજે પ્રથમ બજેટ રજૂ થશે

saveragujarat

Leave a Comment