Savera Gujarat
Other

સરકાર ભૂપેન્દ્ર પટેલનું આજે પ્રથમ બજેટ રજૂ થશે

સવેરા ગુજરાત:-  ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે રાજ્ય સરકાર નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. ભૂપેન્દ્ર પટેલની સરકારનું આજે પ્રથમ બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ પણ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યુ હતું કે, આ બજેટ ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે. સરકારના વર્ષ 2022-23ના બજેટને લઈ ઘણા લોકો આશા રાખીને બેઠા છે. આ ઉપરાંત ખેડૂતો માટે સરકાર કોઈ જાહેરાત કરે તેવી આશા છે. તો બીજી તરફ યુવાનો અને મહિલાઓને લઈ પણ કોઈ જાહેરાત થાય તેવી પણ શક્યતા છે.

  1. આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે 2022-23નું બજેટ
  2. નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં રજૂ કરશે ગુજરાતનું બજેટ
  3. નાણાંમંત્રીએ કહ્યું ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે,.

ગત વર્ષ કરતાં અંદાજપત્રનુ કદ વધશે. અંદાજે 2.40 લાખ કરોડ આસપાસનું કદ રહેશે. ચુંટણીનુ વર્ષ હોવાના કારણે ચુંટણીલક્ષી જાહેરાત થવાની શક્યતા છે. ચુંટણીના વર્ષમા વિધ્યાથીઓ માટેની શિષ્યવૃત્તિ સહિતના લાભોમા વધારો થવાની શક્યતા છે. ખેડૂતોને મળતી અલગ અલગ સહાય અને સબસીડીમા વધારો થઈ શકે છે. કૃષિ વિભાગ નવી યોજના પણ જાહેર કરશે.  શિક્ષણ, આરોગ્ય વિભાગમા સૌથી વધુ બજેટ ફાળવાઇ શકે છે. ગત વર્ષે સરકારે 2.27 લાખ કરોડનું બજેટ રજુ કર્યું હતું.

વિધાનસભા બજેટ સત્રના બીજા દિવસની પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે. સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ અને શહેરી વિકાસ પર થશે ચર્ચા. અલગ અલગ બોર્ડ નિગમ ના અહેવાલો વિધાનસભા ના મેજ પર મુકાશે. ૨૦૨૧-૨૨ ના પૂરક ખર્ચની રજૂઆત થશે. નાણાં મંત્રી કનુ દેસાઈ વર્ષ ૨૦૨૨-૨૩ માટે નું બજેટ રજૂ કરશે.

વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બપોરે 1 કલાકે ગુજરાતનું બજેટ રજૂ કરશે. વિધાનસભા ગૃહનું કામકાજ પ્રશ્નોત્તરી સાથે બપોરે 12 કલાકે શરૂ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વિભાગોને લગતા પ્રશ્નો સાથે ગૃહની શરૂઆત થશે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ ચૂંટણીલક્ષી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, ભુપેન્દ્ર પટેલની સરકારનું આ પહેલુ બજેટ છે. કનુ દેસાઈ વિધાનસભામાં પહેલીવાર બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. ત્યારે કોરોનાકાળ બાદ સરકાર પ્રજાના હિત માટે કેવા નિર્ણયો લે છે તેના પર સૌની નજર છે.

Related posts

ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતીની સત્તા સ્કૂલોને આપો શાળા સંચાલક મંડળની માંગ

saveragujarat

જીએનએ ગાંધીનગર: ટેટ પાસ ઉમેદવારો ભરતીમાં વધારો કરવા મામલે ગાંધીનગરના વિસ્તા ગાર્ડન ખાતે એકઠા થયા હતા.

saveragujarat

સંસદ ભવનના મોદી દ્વારા ઉદ્‌ઘાટન સામેની અરજી સુપ્રીમે ફગાવી દીધી

saveragujarat

Leave a Comment