Savera Gujarat
Other

હિમાલીયન ક્ષેત્રમાં હિમવર્ષા- ઠંડીનો કહેર: અનેક રાજયમાં ભારે વરસાદ

દેશમાં એક તરફ કોરોના સંક્રમણના સતત વધી રહેલાકેસ વચ્ચે ઉતર ભારત સહિતના ક્ષેત્રોમાં ભારે હિમવર્ષા તથા ઠંડીનો પ્રકોપ શરુ થયો અને ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે દેશના અનેક ભાગોમાં તા.11થી14 સુધી મધ્યમથી ભારે વરસાદની શકયતાના કારણે યલ્લો એલર્ટ પણ જારી કરાયું છે તથા હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ પુરો જાન્યુઆરી માસ આ રીતે કાતિલ ઠંડી છે. કમોસમી વરસાદનો સિલસિલો ચાલુ જ રહેશે તથા ધુમ્મસની શકયતા પણ નકારાતી નથી.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક આર.કે.જેનામણીના જણાવ્યા મુજબ જેમ જેમ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની સ્થિતિ આગળ વધતી જશે તેમ તેમ દેશના મધ્યમ અને પુર્વ ભાગ ખાસ કરીને ઓડીસા, ઝારખંડ, બંગાળ તથા બિહારમાં ભારે વરસાદ અને કરા પડવાની ઘટના લગાતાર વધશે અને તા.14 સુધી આ સ્થિતિ રહેશે તો પશ્ર્ચીમી હિમાલય ક્ષેત્રમાં અને તેની આસપાસ મેદાની ક્ષેત્રે રાજસ્થાન, હરીયાણા, પંજાબમાં હવે કમોસમી વરસાદથી રાહત મળશે.

બીજી તરફ કાશ્મીરમાં અનેક સ્થળો પર ઉષ્ણતામાન શુન્યથી પણ નીચે ચાલ્યુ ગયું છેઅને ગુલમર્ગમાં માઈનસ 10 ડીગ્રી તાપમાન નોંધાયુ છે તો વૈષ્ણોદેવીમાં ભવનની આસપાસ ચાર ઈંચ બરફ પડયો છે. હાલ જમ્મુ-કાશ્મીર હાઈવે બંધ છે. ઉતરપ્રદેશમાં સવારે ઝાંસી સહિતના ક્ષેત્રોમાં ભારે કરાના વરસાદમાં એકનું મોત થયુ છે. રાજધાની દિલ્હીમાં ન્યુનતમ તાપમાન સાત ડીગ્રી અને મહતમ 13.8 ડીગ્રી નોંધાયુ છે અને 8 મીમી વરસાદ પણ નોંધાયો. અહી છેલ્લા 22 વર્ષમાં જાન્યુઆરી માસમાં એક દિનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, બર્ફવર્ષાથી નવજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સિમલા, કુલ્લુ, લાહોલ, સ્વીતીમાં વિજળી સેવા ખોરવાઈ ગઈ છે.

ઉતરાખંડમાં પણ ભારે હિમવર્ષાથી ગંગોત્રી, યમુનોત્રી હાઈવે છેલ્લા 30 કલાકથી બંધ છે. અહી શનિવારથી જ હિમવર્ષા અને વરસાદની સ્થિતિ છે અને માર્ગો બંધ થતા હજારો યાત્રીઓ ફસાઈ ગયા છે. જેમનો પ્રવાસ આગળ વધારવા રોડ, ઓપન, પાર્ટી ને કામે લગાવાઈ છે. હાલના વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઉતરપ્રદેશ તથા મધ્યપ્રદેશમાં કૃષીપાકને ભારે નુકસાન થયું છે. જો કે કૃષિ વૈજ્ઞાનિક તથા હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ અત્યાર સુધીનો વરસાદ કૃષિ વિજ માટે સારો છે. ઘઉંના પાકને આ જરૂરીયાત હતી. ફળ-શાકભાજી માટે પણ આ હવામાન સારુ છે પણ ખેતરોમાં પાણી લાંબો સમય ભરાઈ ન રહે તે જોવું જરૂરી છે. નહીતર બટાટાના પાકને મોટું નુકશાન થઈ શકે છે.

Related posts

દિલ્હીમાં સાત મહિનામાં સૌથી વધુ કેસ,તો મહારાષ્ટ્રમાં સ્થિતિ બગડી

saveragujarat

અમદાવાદમાં થયેલા પાટીદાર આંદોલનના ૧૦ કેસ પરત ખેંચાયા

saveragujarat

GTUએ જ્ઞાનરૂપી વડલો છે : પંકજભાઇ પટેલ

saveragujarat

Leave a Comment