Savera Gujarat
Other

ગુજરાત ના મુખ્યમંત્રી કાલથી બે દિવસના દુબઇ પ્રવાસે

ગુજરાતમાં આગામી જાન્યુઆરીમાં યોજાનારા વાઈબ્રન્ટ મહોત્સવના રોડ-શો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે અધિકારીઓને ડેલીગેશન સાથે બે દિવસના દુબઇ પ્રવાસે જનાર છે. મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ પ્રથમ વખત વિદેશ પ્રવાસ કરી રહ્યા છે અને તેમની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના અધિકારીઓ જોડાશે.

તેમની સાથે જનાર રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ અને અન્ય અધિકારીઓ તથા ખુદ મુખ્યમંત્રી તથા તમામ આજે પોતાના આરટી-પીસીઆર ટેસ્ટ કરાવશે અને ત્યારબાદ તેઓને દુબઇમાં આ ટેસ્ટ રિપોર્ટ બતાવ્યા બાદ એરપોર્ટ બહાર જવાની પરવાનગી મળશે જ્યારે તેઓ પરત આવશે ત્યારે પણ અમદાવાદ વિમાની મથકે તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.

સામાન્ય લોકો માટે જે નિયમો લાગુ થાય છે કોરોના પ્રોટોકોલ મુખ્યમંત્રી તથા તમામ અધિકારીઓને લાગુ થશે. બીજી તરફ મુખ્યમંત્રી બે દિવસના વિદેશ પ્રવાસે હોવાથી કેબીનેટની બેઠક આજે જ સાંજે મળી જશે. જો કે, હાલ કેબીનેટમાં મહત્વના કોઇ એજન્ડા નથી પરંતુ દર બુધવારે જે કેબીનેટ મળે છે તે બેઠક આજે મળશે.

Related posts

મરીન પોલીસના સ્ટાફ અછતના કારણે રેઢી પડી ભાવનગરના 151 કિલોમીટર સમુદ્રીય સંપત્તિની સપાટી

saveragujarat

દેશની ટોચની વિમા કંપનીઓ GST ના રડારમાં : બોગસ ઇનવોઇસથી ઇનપૂટ ટેક્સ ક્રેડીટ મેળવી

saveragujarat

સરકાર ભૂપેન્દ્ર પટેલનું આજે પ્રથમ બજેટ રજૂ થશે

saveragujarat

Leave a Comment