Savera Gujarat
Other

કોરોના મૃતકોના પરિવારજનો સાથે મજાક: સહાયના બનાવટી ફોર્મ વાયરલ

કોરોનામાં જાન ગુમાવનારા લોકોના પરિવારજનોને રૂા.50000ની સહાય આપવાના નિર્ણય બાદ તેના બનાવટી ફોર્મ સોશ્યલ મીડીયામાં વાઈરલ થવા પીડિતોના ઘાવ પર નમક છાંટવા જેવો ઘાટ સર્જાવા લાગ્યો છે. સંખ્યાબંધ લોકોમાં આ ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ ભરીને સરકારી તંત્રને આપતા તે બનાવટી હોવાનું કહીને પાછા ધકેલી દીધા હતા.

કેન્દ્ર સરકારે કોરોના મૃતકોના પરિવારજનોને 50000 આપવાના જારી કરેલા પેકેજને સર્વોચ્ચ અદાલતે મંજુરી આપ્યાને દોઢ મહીનો થઈ ગયો હોવા છતાં સરકારે હજુ આ દિશામાં કોઈ કાર્યવાહી શરુ કરી નથી. કોરોનામાં સેંકડો પરિવારો આર્થિક ભીંસમાં સપડાયા હતા. સેબી નાણાકીય જરૂરિયાત ધરાવે છે તેવા સમયે આર્થિક મદદ મળવાની અપેક્ષાએ સોશ્યલ મીડીયામાં વાઈરલ ફોર્મ ભરીને આપવા દોડયા હતા. પરંતુ નિરાશ થવુ પડયુ હતું.

બનાવટી ફોર્મ સાથે લોકોએ ધસારો કરી મુકવા અમદાવાદ કલેકટર કચેરીને સાચા ફોર્મની નકલ દિવાલ પર ચોંટાડવાની ફરજ પડી હતી. સરકારી સૂત્રોએ કહ્યું કે મોતના સાચા કારણની ચકાસણી માટે તમામ જીલ્લામાં કમીટી રચવા સર્વોચ્ચ અદાલતે સૂચવ્યુ હતું. વાસ્તવમાં આ કમીટીનું જ ગઠન થયુ નથી. ફોર્મ વિતરણ પણ પેન્ડીંગ છે. રાજય સરકારની મંજુરી બાદ પ્રક્રિયા આગળ ધપશે. બનાવટી ફોર્મ ભરીને આવનારા લોકોને ભારે હૈયે પાછુ ફરવુ પડયુ હતું. શહેરોમાં કોર્પોરેશન તથા ગ્રામ્ય કક્ષાએ કલેકટર તંત્રને જવાબદારી સોંપાવાની છે. જો કે, હજુ કોઈ વિધિસર સુચના મળી નથી.

Related posts

ગુજરાતમાં ફરી રખડતા ઢોર અને શ્વાનના કારણે ૩ લોકોને ઇજા પહોંચી

saveragujarat

બોમ્બમારો કરીને રશિયાએ યુક્રેનના Zaporizhzhia ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજો કર્યો છે.

saveragujarat

ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ, પાટીદારોએ માંગી ૫૦ ટિકિટ

saveragujarat

Leave a Comment