Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ, પાટીદારોએ માંગી ૫૦ ટિકિટ

સવેરા ગુજરાત,અમદાવાદ 02

ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ વાંસજાળિયાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૫૦ ટકા ટિકિટ પાટીદારોને આપે તેવી માંગણી કરી છે. આ સાથે પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યું પામેલા મૃતક પરિવારને સરકારી નોકરી આપે તેવી પણ માંગ કરતા ફરી વિવાદ સર્જાયો છે.
સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાએ ધ્રોલમાં ૫૦ ટિકિટ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાટીદાર સમાજને ૫૦ ટિકિટ આપે. લોકશાહીમાં બધાને માંગવાનો અને કહેવાનો અધિકાર હોય છે. પાટીદાર સમાજને ગયા ઈલેકશનમાં પણ ૫૦ સીટ ભાજપે આપી હતી. આ વખતે ૫૦ સીટ આપશે તેવી અમને અપેક્ષા છે અને અમે માગણી કરીશું. આ સાથે પાટીદાર સમાજની રાજ્યમાં મોટી ૬ સંસ્થાઓ છે. જેના દ્વારા પાટીદાર આંદોલન સમયે શહીદ થયેલા ૧૪ યુવાનોને ૨૦-૨૦ લાખ રૂપિયા વળતર આપવામાં આવે.
ગુજરાતમાં તમામ પક્ષો દ્વારા હાલ આગામી ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ થઇ રહી છે. ત્યારે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આપ પક્ષના ગોપાલ ઇટાલિયાને રાજ્યમાં ડ્રગ્સ મામલે પ્રતિઉત્તર આપ્યો છે. જેમાં હર્ષ સંઘવીએ પ્રહાર કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં હાલ મોટી માત્રામાં ડ્રગ્સની ખેપ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. સરકારે ડ્રગ્સ માફિયાઓની લગામ એ રીતે પકડી છે દેશભરમાં ડ્રગ્સનું નેટવર્ક તૂટ્યું છે. જેના જેવા વિચારો તેવી તેની વાણી. હર્ષ સંઘવી ડ્રગ્સ પકડનાર સંઘવી છે. તેનું કોઇ પ્રુફ આપવાની મને જરૂર નથી. દેશભરના ડ્રગ્સના નેટવર્કો તૂટી ગયા છે. એનસીઆરબીનો એક ડેટા આવ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૨૨ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો સાથે જાેડાયેલા જુદા જુદા નેતાઓ પોતાની વિધાનસભા બેઠક પાકી કરવા માટે રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે. આ દરમિયાન સૌ કોઈની નજર વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષ ભાજપ અને તેમની સરકાર સામે બાયો ચડાવનાર આંદોલનકારી નેતાઓ પર ટકી છે. ૨૦૧૭ના વર્ષમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીએ સરકાર સામે મોરચો ખોલ્યો હતો. ૨૦૧૭ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ૯૯ બેઠક જીતીને પોતાની સરકાર બનાવી હતી. આ વાતને હવે પાંચ વર્ષ વીતી ગયો છે. આંદોલનકારી નેતાઓએ પણ પોતાની રાજકીય ભૂમિકા બદલી છે.

Related posts

અંબાજી ખાતે મજુર કલ્યાણ ટ્રસ્ટ સિધ્ધપુર સંચાલિત આદિવાસી આશ્રમશાળામા આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

saveragujarat

ઓગસ્ટની શરૂઆતમાં રાજ્યમાં ફરી વરસાદનું જાેર જાેવા મળશે

saveragujarat

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનાગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ ના ઉમેદવારો ની પ્રથમ યાદી જાહેર

saveragujarat

Leave a Comment