Savera Gujarat
Other

મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી વિકાસ યોજના હેઠળ રાજકોટને 20.79 કરોડ અને સુરતને રૂા.581.40 કરોડ ફાળવાયા

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન સાથે હવે સત્તાનું સેન્ટર રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાત તથા અમદાવાદમાં કેન્દ્રીત થઈ ગયું છે અને હવે રાજકોટ તથા સૌરાષ્ટ્રના મહત્વના કેટલાક પ્રોજેકટ પુરતું ભંડોળ ફાળવાશે કે કેમ ? તે પ્રશ્ન છે. જો કે, રાજકીય દૃષ્ટિએ સૌરાષ્ટ્ર એ ભાજપ માટે સંવેદનશીલ ક્ષેત્ર છે. ગત 2017ની ચૂંટણીમાં ભાજપ નહીં પાટીદાર અને કોળી સમાજના વર્ચસ્વવાળી બેઠકો ગુમાવવી પડી હતી અને તેના કારણે કોંગ્રેસને પણ ઘણો ફાયદો થઈ ગયો હતો.

એક સમયે ભાજપના ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં 2017ની ચૂંટણીમાં 56માંથી ભાજપને 23 બેઠકો મળી હતી. જ્યારે 2012ની ચૂંટણીમાં ભાજપને 36 બેઠકો મળી હતી અને તેના કારણે ભાજપ 99 બેઠક ઉપર આવીને અટકી ગયો હતો જે 2012 કરતાં 16 બેઠકો ઓછી હતી પરંતુ ત્યારબાદ ગુજરાતમાં જે 8 પેટા ચૂંટણી યોજાઈ તેમાં સૌરાષ્ટ્ર સહિત તમામ બેઠકો ભાજપે જીતી હતી. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે વાવટો લહેરાવ્યો હતો પરંતુ રાજ્યમાં સત્તા પરિવર્તન થતા અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી જે રીતે નેતૃત્વ ગયું છે તેના કારણે હવે રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓને ફાળવવામાં આવતા ફંડના મુદ્દે પણ બ્રેક લાગી જાય તેવા સંકેત છે.

ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં જ મુખ્યમંત્રી દ્વારા રાજકોટ, સુરત અને ગાંધીનગરની મહાનગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ જે રૂા.607 ક્રોડનું ફંડ ફાળવાયું તેમાંથી રાજકોટના નવા ભળેલા વિસ્તારો માટે ફકત રૂા.20.79 કરોડ ફાળવવામાં આવ્યા છે. સૌથી વધુ રકમ સુરતને રૂા.5.81.40 કરોડ મળી છે. સુરતમાં ફલાય ઓવર, બસ સેન્ટર, કોરિડોર ડેવલપમેન્ટ સહિતના કામોને આ રકમ ફાળવવામાં આવી છે જેના પણ રાજકીય તારણો કાઢવામાં આવી રહ્યા છે.

Related posts

સેન્સેક્સમાં૩૬૧ અને નિફ્ટીમાં ૧૧૮ પોઈન્ટનો વધારો થયો

saveragujarat

8 હજાર રૂપિયામાં 18 કલાક કામ કરાવતી હોવાનો આંગણવાડી વર્કરોનો સરકાર પર આરોપ

saveragujarat

દીકરીઓ સમાજમાં પોતાના પગ પર આત્મનિર્ભર બને તે માટે કેક સ્પર્ધાનું આયોજન

saveragujarat

Leave a Comment