Savera Gujarat
Other

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા કુલ ૧૨૩ લાભાર્થીઓને પ્લો્‌ટની સનદો અને મકાનની ચાવી એનાયત કરાઇ

સવેરા ગુજરાત
અમદાવાદ, તા.૧૨
મુખ્યમંત્રીએ ૨૦૨૨ સુધીમાં સૌને માથે આવાસ છત્રનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર કરવાની દિશામાં વંચિત પરિવારોને પણ આવરી લેવાની આગવી સંવેદના દર્શાવી છે ત્યારે ભૂપેન્દ્રભાઇ પટેલે જગાણા એસ. કે. મહેતા હાઇસ્કુલ ખાતે વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા લોકોને કુલ ૧૨૩ લાભાર્થીઓને પ્લો ટની સનદો અને મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી. જેમાં વડગામ તાલુકાના જલોત્રા ગામના ૯૪ લાભાર્થીઓને પ્લોટની સનદો અને છાપીના ૨૯ લાભાર્થીઓને મકાનની ચાવી આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક જલોત્રા અને છાપીના પાંચ- પાંચ લાભાર્થીઓને પોતાના હસ્તે સનદો અને ઘરની ચાવી આપી ઘરવિહોણા પરિવારોને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને છેલ્લા બે માસમાં કલેકટર દ્વારા જમીનની પ્રવર્તમાન જંત્રી ભાવ મુજબ રૂ. ૧,૨૯,૫૩,૬૬૦/- રૂપિયાની કિંમતની જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવી છે. જેમાં દાંતા તાલુકાના કુંભારીયા ખાતે રૂ. ૨૪.૦૦ લાખની જમીન તેમજ મકાન સહાય રૂ. ૩૯,૬૦,૦૦૦/- એમ મળી કુલ- ૬૩,૬૦,૦૦૦/- ની માતબર રકમની સહાય, વડગામ તાલુકાના જલોત્રા ખાતે ફાળવેલ રૂ. ૩૧,૫૬,૬૬૦/-ની જમીન, થરાદ ખાતે રૂ. ૨૯,૯૭,૦૦૦/-ની જમીન અને પાલનપુર તાલુકાના સાંગ્રા મુકામે રૂ. ૪૪.૦૦ લાખની જમીનની પ્રવર્તમાન જંત્રી ભાવ પ્રમાણે થાય છે. આ પરિવારોને આગામી સમયમાં મકાન સહાય મંજુરીની કાર્યવાહી કરી અંદાજે રૂ. ૪.૫૭ કરોડ રૂપિયા જેટલી માતબર રકમની સહાયનો લાભ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રીના ગરીબલક્ષી, પ્રજાકીય અભિગમથી રાજય સરકારના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર વિચરતી- વિમુક્ત જાતિના પરિવારોને કાયમી સરનામું મળી રહે તેવા પ્રયાસો કરવા કટીબધ્ધ છે.
આ પ્રસંગે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લામાં વસતા વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને ફરી વાર પ્લોટની સનદો આપી ગરીબોની બેલી સરકારના દર્શન કરાવ્યા છે. કલેકટરએ કહ્યું કે, વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને સ્થાઈ કરવાના રાજ્ય સરકારના ઉમદા અભિગમને અનુસરી બનાસકાંઠા જિલ્લામાં રહેણાંકના હેતુ માટે દાંતા તાલુકાના કુંભારીયા ગામમાં ૩૩ પરિવોરોને પ્લોટ ફાળવણી કરવામાં આવી છે. જ્યારે વડગામ તાલુકાના જલોત્રા ખાતે ૯૪ પ્લોટો તેમજ થરાદ ખાતે ૨૭ અને પાલનપુર તાલુકાના સાંગ્રા ખાતે ૧૧૯ પ્લોટની સનદો આમ કુલ-૨૭૩ વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને પ્લોટો આપવામાં આવ્યાં છે. સ્કુલના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, લોકસભાના સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, સ્કુલના ટ્રસ્ટી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી નંદાજી ઠાકોર અને સુરેશભાઇ શાહ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ અને લાભાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

આર.ટી.ઓ.બોગસ કાંન્ડ-સુરતમા બોગસીયાઓ ના કારણે સરકારને થયું કરોડોનુ નુકસાન

saveragujarat

મંત્રીઓ બદલાયા હોવા છતાં વિધાનસભામાં ધારાસભ્યોના પ્રશ્નોનું નિરાકરણ ઠેરનું ઠેર

saveragujarat

સેન્સેક્સમાં ૩૭૭ અને નિફ્ટીમાં ૯૧ પોઈન્ટનું ગાબડું પડ્યું

saveragujarat

Leave a Comment