Savera Gujarat
Other

રાજયના 3359 પોલીસ કર્મીઓને પ્રમોશન

ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશન મામલે ચાલતા વિવાદ વચ્ચે આજે અલગ-અલગ જિલ્લાના 3359 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે આ ઉપરાંત 1949 પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગારધોરણ આપવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંધવીએ ટ્વીટ કરી આપી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓના પ્રમોશન અને ઉચ્ચતર પગાર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે .

જોકે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત પોલીસમાં પગાર અને પ્રમોશન બાબતે વિસંગતતા હોવાનું મનાઈ રહ્યું છે.એટલું જ નહીં ગૃહ વિભાગ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ મુદ્દે વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ કોઇ પરિણામ નહીં મળવાના કારણે આખરે પોલીસ કર્મચારીઓએ પોતાના પરિવારને સાથે રાખી સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કરી આંદોલન છેડ્યું હતું .

તો બીજી તરફ પોલીસ પરિવાર પણ માગણીના સમર્થનમાં રોડ ઉપર ઉતરી આવ્યો હતો.અને ધીમે ધીમે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું હતું . જોકે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સરકારે સાથે મળી આંદોલનકારીઓ વિરુદ્ધ શિસ્ત ના પગલાં લેવાના નામે આંદોલન દબાવી દીધું અને ફટાફટ કમિટીની રચના કરી દીધી હતી.

તો બીજી તરફ કમિટી દ્વારા અલગ-અલગ જિલ્લાના આયોજિત પોલીસ દરબારમાં પગાર ધોરણ અને પ્રમોશન નો મુદ્દો છવાયો હતો .અને અનેકવિધ રજુઆતો પણ કમિટી સમક્ષ કરવામાં આવી હતી. પરિણામે આજે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંધવી એ દિવાળીના તહેવારની ભેટ સ્વરૂપ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ત્રણ હજારથી વધુ પોલીસ કર્મચારીઓને પ્રમોશન તેમજ એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવાની સત્તાવાર જાહેરાત ટ્વીટર માધ્યમથી કરી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યની શાંતિ સલામતી અને સુરક્ષા માટે કટિબદ્ધ બનેલા પોલીસ કર્મચારીઓને ગૃહ વિભાગ દ્વારા અપાયેલી આ દિવાળી ભેટ બાદ હવે અન્ય પોલીસ કર્મચારીઓ માટે સરકાર ક્યારે નિર્ણય કરશે તે જોવું રહ્યું.

Related posts

ડિસેમ્બર-૨૨માં જીએસટી કલેક્શન ૧૫ ટકા વધીને ૧.૪૯ લાખ કરોડ

saveragujarat

યુદ્ધની કરુણ વાસ્તવિકતા : દર સેકન્ડે એક બાળક શરણાર્થી બનવા મજબૂર

saveragujarat

પૂનમના મેળામાં અંબાજી શહેર બોલ માડી અંબેના નાદથી ગુંજ્યું

saveragujarat

Leave a Comment