Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ડિસેમ્બર-૨૨માં જીએસટી કલેક્શન ૧૫ ટકા વધીને ૧.૪૯ લાખ કરોડ

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૪
ડિસેમ્બર, ૨૦૨૨માં ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ૧૫ ટકા વધીને ૧.૪૯ લાખ કરોડ રૃપિયાથી વધુ રહ્યું છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ દર્શાવે છે કે મેન્યુફેકચરિંગ પ્રવૃત્તિઓ અને ગ્રાહકોની માગમાં સુધારો થઇ રહ્યો છે.આ સાથે જ સળંગ દસમા મહિને જીએસટી કલેકશન ૧.૪૦ લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે. નવેમ્બર, ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧.૪૬ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ડિસેમ્બર, ૨૦૨૨માં જીએસટીની આવક ૧,૪૯,૫૦૭ કરોડ રૃપિયા થઇ છે. જેમાં સીજીએસટી ૨૬,૭૧૧ કરોડ રૃપિયા, એસજીએસટી ૩૩,૩૫૭ કરોડ રૃપિયા, આઇજીએસટી ૭૮,૪૩૪ કરોડ રૃપિયા અને સેસ ૧૧,૦૦૫ કરોડ રૃપિયા રહ્યું છે.ડિસેમ્બર, ૨૦૨૨માં જીએસટી કલેક્શન ડિસેમ્બર, ૨૦૨૧ કરતા ૧૫ ટકા વધારે રહ્યું છે. ડિસેમ્બર, ૨૦૨૧માં જીએસટી કલેકશન ૧.૩૦ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.નવેમ્બર, ૨૦૨૨માં ૭.૯ કરોડ ઇ વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં. જે ઓક્ટોબર, ૨૦૨૨ કરતા વધારે છે. ઓક્ટોબર, ૨૦૨૨માં ૭.૬ કરોડ ઇ વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં.ડિસેમ્બર, ૨૦૨૨માં વસ્તુઓની આયાતમાંથી થતી આવક ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૮ ટકા વધારે રહી છે જ્યારે ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશનમાંથી થતી આવક ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૮ ટકા વધારે રહી છે.ઉલ્લેખનીય છે કે એપ્રિલ, ૨૦૨૨માં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ ૧.૬૮ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. જીએસટી કલેક્શન મેમાં ૧.૪૧ લાખ કરોડ, જૂનાં ૧.૪૫ લાખ કરોડ, જુલાઇમાં ૧.૪૯ લાખ કરોડ, ઓગસ્ટમાં ૧.૪૪ લાખ કરોડ, સપ્ટેમ્બરમાં ૧.૪૮ લાખ કરોડ, ઓક્ટોબરમાં ૧.૫૨ લાખ કરોડ, નવેમ્બરમાં ૧.૪૬ લાખ કરોડ અને ડિસેમ્બરમાં ૧.૪૯ લાખ કરોડ રૃપિયા રહ્યું છે.

Related posts

પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે પંચ દિવસીય “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪”નો ધર્મમય માહોલમાં પ્રારંભ કરાવતા સાંસદ પરબતભાઇ પટેલ

saveragujarat

અંગ્રેજી કરતાં માતૃભાષામાં નાપાસ થનારાની સંખ્યા વધુ

saveragujarat

સુરતમાં ૨૪ કલાકમાં ૨ યુવકના રહસ્યમય મોત, ૧ રેલવે સ્ટેશન પર તો બીજાે બ્રિજ પર ઢળી પડ્યો

saveragujarat

Leave a Comment