Savera Gujarat
Other

IKDRCએ બનાવ્યો રેકોર્ડઃ દેશભરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં અમદાવાદ મોખરે

સવેરા ગુજરાત,
અમદાવાદ, તા. ૧૨
કિડનીની સમસ્યાથી પીડિતા બાળકોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ મામલે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ ) દેશભરમાં મોખરે છે. અંગદાન અંગે સમાજમાં સતત જાગૃતિ વધતા વેઈટિંગ લિસ્ટમાં ઘટાડો થઈ રહ્યો છે. ઇન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા મામલે અવ્વલ છે. છેલ્લા ૧૦ મહિનામાં કિડની હોસ્પિટલ દ્વારા ૨૬ બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટકરાયું. છેલ્લા માત્ર બે મહિનામાં ૯ બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં IKDRC સફળ રહ્યું.
કિડનીની સમસ્યા માટે રાજ્યભરમાં જાણીતી અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી ઇન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે સતત બાળકોની કિડની સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી રહી છે. કિડની હોસ્પિટલમાં દર વર્ષે બાળકોના કિડનીના ટ્રાન્સપ્લાન્ટના કેસોની વાત કરીએ તો, દેશભરની જાણીતા હોસ્પિટલ કરતા ત્રણ ગણા વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ માત્ર કિડની હોસ્પિટલમાં થઈ રહ્યા છે. દેશની જાણીતી દિલ્હી એઈમ્સમાં વર્ષે ૭ થી ૮ જ્યારે બેંગ્લોરમાં આવેલી સેન્ટ જાેન્સમાં વર્ષે ૬ થી ૭ બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી છે. ત્યારે અમદાવાદની આ કિડની હોસ્પિટલ ત્રણ ગણી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી રહી છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય એવા બાળકોના વાલીઓ તેમને કિડની હોસ્પિટલ તરફથી મળી રહેલી સુવિધાને લઇને સંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. લાખોના ખર્ચે થતું કિડની ટ્રાન્સપ્લાન્ટ અહી વિનામૂલ્યે થાય છે. ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ અમે ઘરેથી રાત્રે પણ ડોક્ટરનો સંપર્ક કરીએ તો અમને યોગ્ય સૂચન આપવામાં આવે છે. પહેલા બાળકને જે સમસ્યાઓ હતી, એનાથી આજે અમારું બાળક મુક્ત થયું છે.
અનેક બાળકોને જન્મતાની સાથે જ કિડનીની સમસ્યા હોય છે, તો કેટલાક બાળકમાં જન્મના કેટલાક વર્ષો બાદ કિડનીની સમસ્યા હોવા અંગે જાણકારી મળે છે. જાે કે થોડા સમય પહેલા અંગદાન કરવા અંગે સમાજમાં ખૂબ જ ઓછી જાગૃતતા જાેવા મળતી હતી. લોકો અંગદાન માટે તૈયાર થતા ન હતા, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ, સુરત, રાજકોટ, વડોદરામાં ધીરે ધીરે અંગદાન અંગે જાગૃતતા વધતા હવે અંગદાન કરનારની સંખ્યામાં વધારો થયો છે. જેથી લાંબા સમયથી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જાેઈ રહેલા લોકોના ટ્રાન્સપ્લાન્ટ ઝડપી બન્યા છે. SOTTO અંતર્ગત બ્રેઈનડેડ દર્દીઓના સગાને અંગદાન અંગે સમજાવવામાં આવી રહ્યા છે અને અનેક પરિવારોની સંમતી મળતા અંગદાન વધતા જેમને કિડનીની જરૂર છે એવા બાળકોને ઝડપથી કિડની મળી રહી છે. બાળકો કિડનીની સમસ્યામાંથી મુક્ત થઈ સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે. તેમના જીવનમાં ખુશીઓ પરત ફરી રહી છે. બાળકોની વાત કરીએ તો અંદાજે ૩૦ જેટલા બાળકો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઈટીંગમાં છે. કિડનીની સમસ્યા હોય એવા બાળકને તેના માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની કિડની આપી શકતા હોય છે. પરિવારમાંથી જ બાળકને કિડની મળી રહે તો ઝડપથી કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે. પરંતુ જાે પરિવારમાંથી કિડની ન મળી શકે તો અંગદાન થકી કિડની મળે અને વેઇટીંગ લિસ્ટમાં વારો આવે ત્યા સુધી રાહ જાેવી પડે છે. પરંતુ દેશમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં કિડની હોસ્પિટલ દ્વારા પ્રશંસનીય કામગીરી થતી જાેવા મળી રહી છે.

Related posts

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી કૂવામાં નાખી દીધો

saveragujarat

Grishma Vekariya હત્યા કેસમાં હત્યારા Fenil Goyani એ કર્યો મોટો ખુલાસો – AK 47 ની શોધ

saveragujarat

યાસીન મલિકની સજાના વિરોધમાં કાશ્મીરમાં સમર્થકોનો પોલીસ પર પથ્થરમારો: શ્રીનગર બંધ

saveragujarat

Leave a Comment