Savera Gujarat
Other

પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડાથી હાલ રૂા.65000 કરોડની રાહત

 દેશ આખો દિપાવલીના તહેવાર માણવામાં વ્યસ્ત હતું તે સમયે જ કાલે મોડી સાંજે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એકસાઈઝમાં અનુક્રમે રૂા.5 તથા રૂા.10 જેવો ઘટાડો જાહેર કરીને સૌને સુખદ આશ્ર્ચર્ય પણ આપી દીધું અને તેની સાથોસાથ સરકાર ભાવવધારા પર સંવેદનશીલ છે તેવો સંદેશ પણ આપી દીધો હતો.

એટલું જ નહી કેન્દ્રના આ નિર્ણયના પગલે ભાજપ શાસનના રાજયોએ પણ પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડાની જાહેરાત કરીને ડબલ બોનાન્ઝા જેવી સ્થિતિ સર્જી દીધી હતી. હજું થોડા સમય પુર્વે દેશના નાણામંત્રી પણ આ ભાવઘટાડા પર મજબૂરી વ્યસ્ત કરતા હતા અને ગઈકાલનો ઘટાડો એ ખરેખર સરકાર ‘કરી’ શકે છે તે નિશ્ચીત થઈ ગયું છે. સરકારના સૂત્રો કહે છે કે આ એક રાજકીય અને આર્થિક બન્ને પાસા વિચારીને લેવાયેલા નિર્ણય હતો અને સરકાર માટે ખાસ કરીને અગાઉ ટેક્ષ સ્લેબ ઘટાડવાની આવક પર ફટકો પડવાના જે ‘હાઉ’ દર્શાવાતો હતો તેવું ખરેખર ન હતું.

સરકારને ઉતરપ્રદેશ સહિતના પાંચ રાજયોની ચૂંટણીની ચિંતા હતી જ પણ અર્થતંત્રમાં સરકાર એક એવી પોઝીશન પર પહોંચવા માંગતી હતી જયાં તે આ ભાવઘટાડાથી થતી આવક નુકશાનીને પચાવી શકે. સરકારે જે ભાવ ઘટાડો કર્યો છે તેનાથી સરકારી તિજોરી પર રૂા.1.50 લાખ જેવી આવક ઘટાડાની અસર થશે અને ચાલું નાણાકીય વર્ષ જે માર્ચ-2022 સુધીનું ગણીએ તો રૂા.62000 થી 65000 કરોડની આવક ઘટશે અથવા લોકોને તેટલો લાભ થશે. સરકારની જો મહેસુલી સ્થિતિ સંતોષકારક ન હોત તો આ નિર્ણય લેવાયો જ ન હોત તે નિશ્ચીત છે. છેલ્લા આંકડા દર્શાવે છે

કે કેન્દ્રની વેરા આવક ચાલું નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં 27% વધી છે અને કુલ 10.8 લાખ કરોડ થઈ છે જે વાર્ષિક લક્ષ્યાંકના 60% છે અને હવે વર્ષના અંતે અંદાજ કરતા પણ આવક વધી જશે. ઉપરાંત જીએસટી કલેકશન પણ ફરી પાટા પર ચડી ગયું છે અને સરકારી એકસાઈઝ આવક 33% વધી છે અને રૂા.1.70 લાખ કરોડની થઈ છે અને તેમાં પેટ્રોલ-ડિઝલનો સૌથી મોટો ફાળો છે. આ સ્થિતિથી સરકારને આ એકસાઈઝ ઘટાડા માટે તક મળી ગઈ છે અને સાથોસાથ કેટલાક એવા ખર્ચ છે જે બિનજરૂરી છે અને ટાળી શકાય તેવા છે તેમાં અંકુશ મુકી સરકાર ખર્ચ બચાવશે અને પ્રથમ છ માસમાં કેન્દ્રની ફિસ્કલ ડેફીસીટ પુરા વર્ષના ટાર્ગેટમાં 35% રહી છે

જે અનેક વર્ષોમાં સારી સ્થિતિ છે. સૌથી મહત્વનું એ છે કે લોકોને એ સમજાતું ન હતું કે સરકાર એક તરફ અર્થતંત્ર વૃદ્ધિ કરી રહ્યું છે અને આર્થિક હાલત સારી છે તેવું ગુલાબી ચિત્ર રજુ કરતી હોવા છતાં પણ શા માટે ફુગાવા ભાવવધારા પર અંકુશ મુકી શકતી નથી. ખાસ કરીને પેટ્રોલ-ડિઝલના ભાવમાં તો લોકો હવે 10 વર્ષના ભાવ સાથે સરખામણી કરવા લાગ્યા હતા.

મનમોહન સરકારમાં ક્રુડતેલ વધુ મોંઘુ હતું છતાં પેટ્રોલ-ડિઝલ સસ્તા થતા તેવી ગણતરી થવા લાગી હતી. ઈંધણના ભાવે તમામ ભાવમાં આગ લગાડી હતી તેથી સરકારની એક પણ દલીલ અર્થશાસ્ત્રીઓ કે લોકોને ગળે ઉતરતી ન હતી તેવામાં ખુદ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ આ ફુગાવાની ચેતવણી આપીને ઈંધણના ભાવની ચિંતા કરવા સરકારને જણાવતા બીજો કોઈ વિકલ્પ રહ્યો જ હતો. હવે આ નિર્ણયને જનતાના લાભાર્થે દર્શાવીને ‘મત-લબ’ સધાશે પણ કેટલો સમય તે પ્રશ્ન છે.

Related posts

સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી

saveragujarat

ગુજરાતના 12 IPS-SPS અધિકારીની બદલી

saveragujarat

PM MODI ની ગુજરાત મુલાકાતને લઇને તડામાર તૈયારીઓ, જાણો વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા

saveragujarat

Leave a Comment