Savera Gujarat
Other

મુખ્યમંત્રી કાલે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાની આપ-લે કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર078ના પ્રારંભ દિવસે તારીખ 5 નવેમ્બર, શુક્રવારે સવારે 7 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ 07:25 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે જશે.

મુખ્યમંત્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટમર ખાતે સવારે 8 થી 8:45 સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.

ભૂપેન્દ્ર પટેલ સવારે 10:45 થી 11:45 કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે.
તે પૂર્વે મુખ્યમંત્રી 10:20 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.

મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે 11:50 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.

Related posts

અમદાવાદના ખાનપુર ખાતે વન્દેમાતરમ વ્યાપ્તી ટ્રોફી ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર બ્લીટ્‌સ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૨૨નુ કરવામા આવ્યું હતું.

saveragujarat

માઇભક્તોની મનોકામના પૂર્ણ થાય એ માટે કલોલના હાજીપુરની મંથન અપંગ કન્યા સેવા સંકુલની દિકરીઓએ જય અંબે…..ના ૨૧ લાખ જેટલાં મંત્રોનું લેખન કર્યુ

saveragujarat

કોવિડ-૧૯ અને મ્યુકરમાઇકોસિસની કટોકટી દરમિયાન રાજ્યના ડેન્ટીસ્ટોએ તબીબી સેવા પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુંઃ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ

saveragujarat

Leave a Comment