Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૭
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રદેશ નેતાઓ સાથે મળીને વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, વાવાઝોડાની આફત આપણા ઉપરથી ટળી ગઈ છે એના માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જાેઈએ. પરંતુ ઘણા વિસ્તારોમાં ખૂબ જ નુકસાન થઈ છે. આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે આજે કાર્યકારી અધ્યક્ષ જ્વેલબેન વસરા, કાર્યકારી અધ્યક્ષ કૈલાશદાન ગઢવી સહિત પ્રદેશના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને અમે અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છીએ.અમે જાેયું કે જખૌમાં ઘણા બધા વિસ્તારોમાં મકાનના પતરા ઉડી ગયા છે અને ઘણી જગ્યાએ મકાન પણ પડી ગયા છે. માંડવીમાં પણ અમે અલગ અલગ જગ્યા ઉપર મુલાકાત લીધી. માંડવીમાં પણ ઘણું નુકસાન થયું છે. સાથે સાથે અમે જાેયું કે માછીમારી બંધ છે અને એ કારણે જે લોકોનું જીવન માછીમારી પર ર્નિભર કરે છે, તે લોકોની આવક ઘણા દિવસોથી બંધ થઈ ગઈ છે. અત્યારે કેસ ડોલ સો રૂપિયા છે પરંતુ મારી માંગ છે કે તે ?૪૦૦ કરવામાં આવે. માછીમારો સિવાય જે શ્રમિકો પણ આ દિવસ દરમિયાન કામ નથી કરી શકે તેમને પણ કેસ ડોલ ૪૦૦ રૂપિયા આપવામાં આવે. અહીંયા વિસ્તારમાં લોકોની ઘણી માંગો છે, જેમ કે જેટીની માંગ છે, પથ્થરની દિવાલની માંગ છે. ઘણી જગ્યાએ થાંભલાઓ પણ પડી ગયા છે. આવું ઘણું નુકસાન થયું છે પરંતુ સબનસીબે કોઈ જાનહાની થઈ હતી. પરંતુ અમે જાેયું કે ઘણી જગ્યાએ પશુધનનું નુકસાન થયું છે અને ઘણા પશુઓ મૃત્યુ પામ્યા છે.આજે અસગ્રસ્ત વિસ્તારની મુલાકાતે કેન્દ્રીય મંત્રીઓ પણ આવ્યા છે અને બીજા ઘણા નેતાઓ પણ આવ્યા છે. તો અમે ઇચ્છીએ છીએ કે અસરગ્રસ્તો માટે હજારો કરોડનું ફંડ જે નીકળી રહ્યું છે તે બધા જ રૂપિયા નાગરિકો સુધી પહોંચે. મેં જાેયું છે કે જખૌમાં ૧૦૪ ઘર છે અને એમાંથી મોટાભાગે ઘર પડી જાય તેવી પરિસ્થિતિમાં છે. આજે આપણા દેશને આઝાદ થયે ૭૫ વર્ષથી પણ વધુ સમય થઈ ગયો અને આપણા દેશના નાગરિકો પાસે પોતાનું ઘર પણ નથી. પોતાના ઘરની ઘણી બધી યોજનાઓ છે, વિધવા સહાયની યોજનાઓ છે પરંતુ ગણી વિધવા બહેનો મને આજે મળ્યા કે જેમને સહાય મળતી નથી. એનું લિસ્ટ અમે માંગ્યું છે અને એમના માટે અમે રજૂઆત કરીશું. વર્ષોથી ઘણી બધી સમસ્યાઓ છે જેમ કે માંડવીમાં બોટ લંગરવા માટે જેટી નથી. પ્રજાની આ બધી સમસ્યાઓનું સમાધાન આવે તેવી હું સરકારને અપીલ કરું છું. અમે જામખંભાળિયા અને દ્વારકાની પણ મુલાકાત લઈશું. મુખ્યમંત્રીશ્રીને આજે એક પત્ર લખીશ જેમાં પ્રજા માટે માંગો કરીશું અને આશા રાખીએ કે એ માંગો પૂરી કરવામાં આવે. અહીંયા બાગાયત પાકમાં ખૂબ જ નુકસાન થયું છે. ગીર વિસ્તારમાં પણ કેરીના પાકને વ્યાપક પણે નુકસાન થયું છે તો આ દરેક પ્રકારના નુકસાનનો સર્વે કરવામાં આવે અને એક અઠવાડિયાની અંદર બેંકના ખાતામાં તેની ચુકવણી કરવામાં આવે એવી અમારી માંગણી છે.

Related posts

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરે દીપોત્સવી પર્વે ઉલ્લાસભેર ચોપડા પૂજન કરાયું

saveragujarat

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં યોજાયેલ દ્વિ-દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં

saveragujarat

દુબઈમાં આજથી વર્લ્ડ એક્સ્પોનો થયો પ્રારંભ, આગામી 6 મહિના સુધી 192 દેશો બતાવશે પોતાની તાકાત…

saveragujarat

Leave a Comment