Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

યુવાનોને માદક દ્રવ્યોના સેવનથી દૂર રહેવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોલેજકાળ દરમ્યાન થયેલા અનુભવ વિષે જાણો શું કહ્યું ?

રાજ્યમાં ડ્રગ્સની પ્રવૃતિ રોકવા માટે ગૃહવિભાગે કમરકસી છે. અને આવી પ્રવૃતિઓની જાણકારી મળે અને રોકાય તે માટે ખાસ યોજના ઘડી છે. ATS તરફથી મળેલા સુચનનો અમલ કરતા રાજ્યમાં પ્રથમવાર નાર્કો રિવોર્ડની પોલિસી બનાવામાં આવી છે. જેમાં ડ્રગ્સ અંગેની પ્રવૃતિઓની જાણકારી આપનારા બાતમીદારો માટે રિવોર્ડ યોજનાની ગૃહવિભાગે જાહેરાત કરી છે. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું માનવું છે કે ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચવા માટે બાતમીદારોની મહત્વની ભૂમિકા હોય છે.

આ ઉપરાંત ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ યુવાનોને બે હાથ જોડીને માદક દ્રવ્યોના સેવનને ત્યજવા અપીલ કરી. સાથે જ કહ્યું કે તેમને પણ કોલેજકાળમાં સીગરેટની લત લાગેલી હતી. પરંતુ PM મોદીના કારણે આ લત છૂટી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે PM નરેન્દ્ર મોદીએ મને એક જ ટકોર કરી અને મે સિગારેટને જીવનભર માટે ત્યજી દીધી. આ લત છોડાવા બદલ હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો છે.

ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, નશાબંધીને લગતા ગુન્હાઓને નેસ્તનાબુદ કરવા એ રાજ્ય સરકારની પ્રાથમિક અગ્રિમતા છે. રાજયનું યુવાધન માદક દ્રવ્યોના નશાની ચૂંગાલમાં ન ફસાય તે માટે આવી પ્રવૃતિઓને અટકાવવા માટે પોલીસ તરફથી થતા પ્રયત્નોમાં જોડાયેલા કર્મચારી-અધિકારી ઓ તેમજ આ કેફી દ્રવ્યો અંગેની માહિતી આપનાર બાતમીદારના જોખમને ધ્યાને લેતાં તેઓને ઇનામ તરીકે આકર્ષક રકમ આપવામાં આવે તો તેઓનો ઉત્સાહ જળવાઈ રહે અને ખંતથી કામ કરે તેમજ આ પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સરકારની યોજના સફળ થઈ શકે. તે આશયથી રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

Related posts

યોગ્ય સલાહ મળી હોત તો ૩૦ વર્ષની વયે ઘણું મેળવી લીધું હોત ઃ બિલ ગેટ્‌સ

saveragujarat

વરસાદના કારણે બદ્રીનાથ યાત્રાને હાલ પુરતી અટકાવાઇ

saveragujarat

સેન્સેક્સમાં ૧૨૭, નિફ્ટીમાં ૦.૪૦ પોઈન્ટનો વધારો નોંધાયો

saveragujarat

Leave a Comment