Savera Gujarat
તાજા સમાચારભારતવિદેશ

પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં ફ્રાન્સ મોખરે, તો જાણો ભારત ક્યાં સ્થાને છે ?

દુનિયાના કેટલાક દેશ એવા છે જે દેશમાં મોટા પ્રમાણમાં પરમાણુ સ્ટેશન દ્વારા વીજળી પેદા કરવામાં આવે છે. પરંતુ પરમાણુ સ્ટેશન દ્વારા વીજળી પેદા કરવી જોખમી પણ છે. જેથી દુનિયાના કેટલાક દેશો પરમાણુ સ્ટેશનને બંધ પણ કરી રહ્યા છે.

વીજળીની જરૂરિયાતને પૂર્ણ કરવા પરમાણુ વીજળીના ઉત્પાદન કરતા દેશમાં ફ્રાંસ સૌથી મોખરે છે. કેમ કે ફ્રાંસ 70.6 ટકા વીજળી પરમાણુ સ્ટેશનમાંથી પેદા કરે છે. ફ્રાંસ બાદ બીજા ક્રમે યુક્રેન આવે છે. યુક્રેનમાં 51.2 ટકા વીજળી પરમાણુ સ્ટેશનના માધ્યમથી પેદા કરવામાં આવે છે. તો કોરિયામાં 29.6 ટકા, રશિયામાં 20.6 ટકા, અમેરિકામાં 19.7 ટકા, ઈંગ્લેન્ડમાં 14.5 ટકા, જાપાનમાં 5.1 ટકા, ચીનમાં 4.9 ટકા અને ભારતમાં 3.3 ટકા વીજળી પરમાણુ વીજ સ્ટેશનમાંથી ઉત્પાદન કરવામાં આવે છે. અમેરિકા પાસે 93 પરમાણુ રિએક્ટર છે. તો વળી ભારત પાસે 23, દક્ષિણ કોરિયા પાસે 24 પરમાણુ રિએક્ટર છે. દક્ષિણ કોરિયામાં પરમાણુ રિએક્ટર દ્વારા 23.3 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતના 23 પરમાણુ રિએક્ટરમાં 6.9 ગીગાવોટ વીજળી પેદા કરવામાં આવે છે. ભારતનું 2031 સુધીમાં પરમાણુ રિએક્ટર દ્વારા 22.48 ગીગાવોટ વીજળી પેદા કરવાનું લક્ષાંક છે,

ભારત પાસે અત્યારે કુલ 388.1 ગીગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા છે. જેમા 234 ગીગાવોટ ઉત્પાદન થર્મલ પ્લાન્ટ દ્વારા કરવામાં આવે છે. બાકીની 154 ગીગાવોટ વીજળીમાંથી 85 ટકા વીજળીનું ઉત્પાદન સોલાર, પવન અને પાણી દ્વારા કરવામાં આવે છે. પરમાણુ વીજ ઉત્પાદનનો ખર્ચ કોલસાથી ઉત્પન થતી વીજળી જેટલો છે. તો બીજી તરફ પવન અને સૌર ઊર્જાથી વીજ ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો નોંધાયો છે. પરમાણુ ઊર્જાથી પેદા થતી વીજળીમાં સુરક્ષાને લઈને અનેક ગંભીર સમસ્યા છે. જેના કારણે ભારત સહિત દુનિયાના કેટલાક દેશો સુરક્ષાને ધ્યાનમાં રાખી પરમાણુ વીજ ઉત્પાદન પર ઓછો ભાર આપી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે.

પરમાણુ વીજળીને સ્વચ્છ અને ઈકોફ્રેન્ડલી વીજળી માટેનો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ ભારતમાં એક દશકમાં પરમાણુ વીજળીનું ઉત્પાદન જરૂરિયાત પ્રમાણે વધ્યું નથી. તો બીજી તરફ દેશમાં પવન અને સૌર ઊર્જાના ક્ષેત્રમાં શાનદાર પ્રગતિ જોવા મળી છે. અને સૌર ઉર્જાનો વ્યાપ પણ ભારતમાં સતત વધી રહ્યો છે. તો બીજી તરફ કોલસાથી ધમધતા વીજ સ્ટેશન પર હવે કોલ સંકટના કારણે ખંભાતી તાળા લાગવાની પણ તૈયારી થઈ રહી છે. જે ભારતમાં અંધકારનું કારણ બની શકે છે.

Related posts

કપાસના નીચે ઉતરી રહેલા ભાવને કારણે ખેડૂતો મુશ્કેલીમાં

saveragujarat

બનાસકાંઠાના કાણોદર ખાતે ‘શ્રીમુલ ડેરી’ અને ‘નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સ’માં રેડ કરી અખાદ્ય જથ્થો જપ્ત કરાયો

saveragujarat

ચેતવણી ! આજે આવી શકે છે એવું વાવાઝોડું કે વીજળીથી લઈને મોબાઈલ પર પડશે આ અસર, અમેરિકાના વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું અલર્ટ…

saveragujarat

Leave a Comment