Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સેન્સેક્સમાં ૧૨૭, નિફ્ટીમાં ૦.૪૦ પોઈન્ટનો વધારો નોંધાયો

મુંબઈ, તા.૨૭
ફાર્મા સેક્ટરમાં ખરીદી અને વૈશ્વિક બજારમાં તેજી વચ્ચે સ્થાનિક શેરબજારો સોમવારે તેજી સાથે બંધ થયા હતા. બીએસઈનો ૩૦ શેરવાળો સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૨૬.૭૬ પોઈન્ટ અથવા ૦.૨૨ ટકાના વધારા સાથે ૫૭,૬૫૩.૮૬ પોઈન્ટના સ્તર પર બંધ થયો છે. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૦.૪૦ પોઈન્ટ્‌સ અથવા ૦.૨૪ ટકાના વધારા સાથે ૧૬,૯૮૫.૭૦ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન ઘણી વોલેટિલિટી જાેવા મળી હતી. દિવસના કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ ૫૮ હજારની સપાટીને પાર કરી ગયો હતો અને નિફ્ટીએ ૧૭ હજારની સપાટી વટાવી દીધી હતી. જાેકે, પાછળથી પ્રોફિટ-બુકિંગના દબાણે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં લાભને મર્યાદિત કર્યો હતો.સેક્ટોરલ ઈન્ડાયસિસની વાત કરીએ તો ઓટો, કેપિટલ ગુડ્‌સ, પાવર અને રિયાલિટી ઈન્ડેક્સમાં ૦.૫-૨ ટકાનો તૂટ્યો હતો. તે જ સમયે, ફાર્મા ઇન્ડેક્સ એક ટકા ચઢ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૦.૪ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૫ ટકા ઘટ્યો હતો.અમેરિકી ડોલર સામે રૂપિયો ૧૧ પૈસા મજબૂત થઈને ૮૨.૩૭ પર બંધ થયો છે. પાછલા સત્રમાં રૂપિયો ૮૨.૪૮ ના સ્તર પર બંધ થયો હતો.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, મારુતિ, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેંક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ), સેન્સેક્સ પર આઈટીસી ), એચડીએફસી બેંક, એશિયન પેઇન્ટ્‌સ, ટેક મહિન્દ્રા અને ટાટા સ્ટીલના શેર લીલા નિશાન સાથે બંધ થયા હતા.પાવરગ્રીડના શેરમાં સેન્સેક્સમાં મહત્તમ ૧.૧૦ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. આ સિવાય એક્સિસ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, એનટીપીસી, બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી, ભારતી એરટેલ અને બજાજ ફિનસર્વના શેર લાલ નિશાન સાથે બંધ થયા છે.

Related posts

નુસરત જહાંને બાળકના પિતા અંગે પુછવામાં આવ્યો સવાલ, તેનો જવાબ સાંભળીને બધા ચોંકી ગયા

saveragujarat

પિતાની સ્વઅર્જિત સંપતિમાં પુત્રીનો સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

saveragujarat

છોકરી-સ્ત્રીને સંમતી વિના સ્પર્શ ન કરવો જાેઈએ ઃ કેરળ હાઈકોર્ટ

saveragujarat

Leave a Comment