Savera Gujarat
તાજા સમાચારભારતરમત ગમત

ક્રિકેટમાં પાકિસ્તાનની આબરૂ જતા ઇમરાન ખાને ભારત પર લગાવ્યો આ આરોપ…

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) વિશ્વનું સૌથી અમીર બોર્ડ છે. તે વિશ્વ ક્રિકેટને કંટ્રોલ કરે છે. ઈંગ્લેન્ડે છેલ્લા ગત દિવસોમાં પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો, પરંતુ ભારત સામે કોઈએ આવું કરવાની હિંમત નથી. ગત દિવોસમાં PCB ના ચેરમેન રમીઝ રાજાએ પણ કહ્યું હતું કે જો BCCI આઈસીસીને ફંડ આપવાનું બંધ કરી દીધું તો પાકિસ્તાન બરબાદ થઈ જશે.

સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતા ઈમરાન ખાને કહ્યું, “અત્યારે, પૈસા સૌથી મહત્વની બાબત છે. ભારત સૌથી અમીર બોર્ડ છે. કોઈ પણ દેશ તેની સામે આવું પગલું લેવાની હિંમત કરશે નહીં જેમ ઈંગ્લેન્ડે પાકિસ્તાન સાથે કર્યું છે. ‘ તેમણે કહ્યું કે ખેલાડીઓ જ નહી પરંતુ જુદા જુદા દેશો પણ ભારત પાસેથી પૈસા મેળવે છે. તેથી તે ક્રિકેટ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે.

ઇમરાન ખાને કહ્યું, “મને લાગે છે કે ઇંગ્લેન્ડને હજુ પણ લાગે છે કે તેઓ પાકિસ્તાન જેવા દેશો સામે ક્રિકેટ રમીને તેમના પર ઉપકાર કરે છે. તેનું એકમાત્ર કારણ પૈસા છે.” તેમણે કહ્યું કે મેં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડના ક્રિકેટ સંબંધોને આગળ વધતા જોયા છે. પરંતુ અહિંયા તેમને પોતાને નીચા દેખાડ્યા છે. T20 વર્લ્ડ કપ પહેલા, ઇંગ્લેન્ડ પુરુષ ટીમને પાકિસ્તાનમાં બે T20 વર્લ્ડ કપ મેચ રમવાની હતી.આ ઉપરાંત, ઇંગ્લેન્ડની મહિલા ટીમને પણ પાકિસ્તાનના પ્રવાસે આવવાનું હતું. પરંતુ ECB એ સુરક્ષા કારણોસર પ્રવાસ રદ્દ કરી નાંખ્યો.

ઇંગ્લેન્ડ દ્વારા પ્રવાસ રદ કરાયા બાદ ન્યૂઝીલેન્ડે પણપાકિસ્તાનનો પ્રવાસ પણ રદ કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન પહોંચી ગઈ હતી. ટીમે મેચ શરૂ થવાના માત્ર અડધો કલાક પહેલા પ્રવાસ રદ કર્યો હતો. T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનની તૈયારીઓ માટે આ મોટો ઝટકો હતો. ગત દિવસોમાં, રમીઝ રાજાએ કહ્યું હતું કે, ICC ને 90 ટકા આવક ભારતમાંથી મળે છે.

Related posts

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ

saveragujarat

ચીનમાં કોરોના વકરતા, ભારત પર પણ મહામારીના સંકટની ચેતવણી

saveragujarat

ઊંડા દરિયામાં સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કરતા પીએમ મોદી.

saveragujarat

Leave a Comment