Savera Gujarat
તાજા સમાચારભારત

મોદી સરકારે વધું એક એરપોર્ટને અદાણી ગ્રુપને 50 વર્ષ માટે વેચી દીધું, જાણો તેના પર શું કંટ્રોલ રહેશે ?

હવે અદાણી ગ્રુપે જયપુર આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નિયંત્રણ પણ લઈ લીધું છે. અદાણી ગ્રુપે સોમવારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) પાસેથી એરપોર્ટનું નિયંત્રણ મેળવ્યું.

સરકારે અદાણી ગ્રુપને 50 વર્ષ માટે એરપોર્ટ લીઝ પર આપ્યું છે. એરપોર્ટ ડાયરેક્ટર જે.એસ. બલહારાએ સોમવારે અદાણી જયપુર ઇન્ટરનેશનલ લિમિટેડના ચીફ એરપોર્ટ ઓફિસર વિષ્ણુ ઝાનને એરપોર્ટની પ્રતીકાત્મક ચાવી સોંપી હતી. બલહારાએ કહ્યું કે જયપુર એરપોર્ટનુ હવે ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ અદાણી ગ્રૂપ દ્વારા પીપીપી મોડલ પર કરવામાં આવશે.

અદાણી ગ્રુપ પાસે પહેલાથી જ છ એરપોર્ટ છે અને હવે સાતમું એરપોર્ટ તેના નિયંત્રણમાં આવી ગયુ છે. અરબપતિ એક્ઝિક્યુટિવ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે જુલાઈમાં મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ટેકઓવર પૂર્ણ કર્યું. અદાણી ગ્રુપ છેલ્લા કેટલાક વર્ષોથી ઉડ્ડયન ક્ષેત્રે પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે.

અદાણી ગ્રુપે 2019 માં અમદાવાદ, લખનૌ, જયપુર, મેંગ્લોર, ગુવાહાટી અને તિરુવનંતપુરમના એરપોર્ટનું સંચાલન અને ઓપરેશન આપવાનો નિર્ણય થયો હતો. જ્યારે કેન્દ્ર સરકારે દેશના મોટા એરપોર્ટનું સંચાલન એક ખાનગી કંપનીને સોંપવા માટે બોલી (બિડિંગ) મંગાવી હતી. ગ્રુપની 100% ભાગીદારી વાળી પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ GMR જેવા મોટા પ્લેયરને હરાવીને 50 વર્ષ સુધી એરપોર્ટનું સંચાલન કરવાનો કરાર પ્રાપ્ત કર્યો હતો.

જે બાદ અદાણીએ મુંબઈ એરપોર્ટનું સંચાલન કરતી કંપની જીવીકે ગ્રુપ પાસેથી પોતાનો બિઝનેસ એટલે કે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) પણ ખરીદી લીધુ

અદાણી ગ્રુપની પેટાકંપની AAHL હવે દેશની સૌથી મોટી એરપોર્ટ કંપની બની ગઈ છે. જયપુર એરપોર્ટ હસ્તગત કર્યા બાદ હવે કંપની પાસે કુલ 7 એરપોર્ટનું સંચાલન આવી ગયુ છે.

Related posts

રાજ્યના ૩૭ કેન્દ્રો પર સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે

saveragujarat

ગણેશોત્સવના પ્રારંભે અનેક પીડિતોની વેદનાનું વિધ્ન દૂર કરનારા અંગદાતા પરિવારજનોનું ઋણ અદા કરતો કાર્યક્રમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ૧૦૨ અંગદાતા પરિવારજનોનું બહુમાન કરવામાં આવ્યું

saveragujarat

ગીર સોમનાથની મનીષાએ બેંગકોકમાં કીક બોક્સીંગ ચેમ્પીયનશીપમાં બે મેડલ જીત્યા

saveragujarat

Leave a Comment