Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

કોરોનાની ગાઇડ લાઇનનું પાલન ન થતા આ શહેરની પોલીસે ગરબાના રંગમાં પાડ્યો ભંગ, 400થી વધારે લોકો ભેગા થતાં, આયોજકની કરવામાં આવી ધરપકડ…

વડોદરા શહેરમાં આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે કોવિડની માર્ગદર્શિકાને અનુરૂપ 400 લોકોની મર્યાદામાં ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપી છે. પછી પાંચમા નોરતો વડોદરામાં પોલીસ ખેલૈયાના રંગમાં ભંગ પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ફતેગંજ મેઈન રોડ પર યુવક મંડળના ગરબાને પોલીસે બંધ કરાવ્યા હતા. 400 થી વધુ લોકોની ભીડના કારણે પોલીસને ગરબા બંધ કરાવવાની ફરજ પડી હતી. ગરબા આયોજક રાજુ અગ્રવાલની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

પોલીસે ગરબા બંધ કરાવતા ખેલૈયાઓમાં રોષ ની લાગણી જોવા મળી હતી. ગયા વર્ષે પણ ગરબાનું આયોજન થઈ શક્યું ન હોવાથી આ વર્ષે યુવાનોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ પોલીસે નિયમોને નેવે મૂકી ગરબે ઝૂમતા ખેલૈયાઓને પોલીસે પાઠ ભણાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ગરબાના આયોજનને શરતી મંજૂરી આપી છે કારણ કે કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને દરેક વ્યક્તિએ ઉત્સાહ સાથે સામાજિક અંતર, માસ્ક અને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

Related posts

ગાંધીનરથી ચીલોડા સુધી પ્રધાન મંત્રીનો રોડ શો યોજયો-સતત બીજા દિવસે પણ જનમેદની યથાવત

saveragujarat

ગુજરાત હાઇકોર્ટનો આક્રોશ ઃ ફાયર સેફ્ટી વિહિન બિલ્ડીંગો સીલ કરી નળ જાેડાણ કાપી નાખો

saveragujarat

વોડાફોન આઈડિયા આપી રહી છે આ શાનદાર પ્લાન, ઓછી કિંમતે બે મહિના સુધી દરરોજ મળશે 4GB ઈન્ટરનેટ…

saveragujarat

Leave a Comment