Savera Gujarat
તાજા સમાચારભારતમનોરંજનરાજકીય

જુઓ નવરાત્રી માટે સુરતીઓએ તૈયાર કરી કોરોના વેક્સીન સર્ટિફિકેટ વાળી ચણિયાચોળી…

રાજ્ય સરકાર દ્વારા 400 લોકોની મર્યાદામાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકોને વેક્સીન લેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોમાં વેક્સીનેશને લઇને જાગૃતતા આવે તે માટે સુરતમાં એક ખાસ પ્રકારની ચણિયાચોળી તૈયાર કરવામાં આવી છે.

સુરતના જીગીષા ચેવલી અને ચૈતાલી દમવાળાએ એક ખાસ થીમ પર ચણિયાચોળી તૈયાર કરી છે. ચણીયા પર માસ્ક, સેનિટાઈઝર, હાથ ધોવા અને વેક્સીન જેવા ચિત્રો પ્રિન્ટ કર્યા છે. જેથી લોકો નવરાત્રીમાં પણ કોરોનાની ગાઈડનું પાલનનું પાલન કરી શકે. આ ઉપરાંત જે કુર્તી છે તેમાં વેક્સીનના બે ડોઝ લીધા બાદ આપવામાં આવતું વેક્સીનેશનું સર્ટીફીકેટ પ્રિન્ટ કરવામાં આવ્યું છે. જેથી લોકોને વેક્સીન લેવાનો સંદેશો આપી શકાય. આ ચણિયાચોળી તૈયાર કરવા માટે 20 દિવસનો સમય લાગ્યો હતો.

ચણિયાચોળી તૈયાર કરનાર જીગીષા ચેવલીએ જણાવ્યું હતું કે, વેક્સીન પ્રત્યે હજુ પણ મને અવેરનેશ લાગતી નથી. કારણ કે ઘણા લોકોએ પહેલો ડોઝ લીધો છે અને બીજો ડોઝ લેવા માટે આળસ કરી રહ્યા છે. હવે રાજ્ય સરકારે 400 લોકોની મર્યાદામાં ગરબા કરવાની મંજૂરી આપી છે ત્યારે હું એવી અરજી કરું છું કે બધા લોકો બીજો ડોઝ લઇ લો. લોકોમાં આ જાગૃતિ આવે એટલા માટે મેં એક કુર્તી તૈયારી કરી છે જેમાં મોદી સાહેબના ફોટા વાળું વેક્સીનેશન સર્ટીફીકેટ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ચણીયા પર કોરોનાથી બચવાના જેટલા પણ ઉપાય છે તેને પ્રતિક રૂપે દર્શાવવામાં આવ્યા છે.

ચૈતાલી દમવાળાએ જણાવ્યું હતું કે, મેં કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે. એટલે હું શેરી ગરબા રમી શકીશ. હું લોકોને કહેવા માગુ છું કે જે લોકોએ વેક્સીનના ડોઝ નથી મુકાવ્યા તેઓ પણ મુકાવો જેથી તમે પણ ગરબા કરી શકો.

મહત્ત્વની વાત છે કે, સુરતીઓ કંઇકને કંઇક નવું કરવા માટે જાણીતા છે. સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે વોટરપ્રૂફ માસ્ક પણ તૈયાર કરવામાં આવ્યા હતા. તો ગણેશ મહોત્સવમાં પણ અલગ-અલગ થીમ બનાવીને લોકોમાં વેક્સીનેશન પ્રત્યે જાગૃતિ આવે તેવો પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે નવરાત્રીમાં પણ લોકોમાં વેક્સીનેશનને લઇને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Related posts

ઈમરાન ખાનની અથવા તો મારી હત્યા થશે : રાણા સનાઉલ્લાહ

saveragujarat

દિલ્હી દારૂ નીતિમાં અરવિંદ કેજરીવાલને સીબીઆઈનું તેડું

saveragujarat

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના વાતાવરણમાં પલટો

saveragujarat

Leave a Comment