Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દિલ્હી દારૂ નીતિમાં અરવિંદ કેજરીવાલને સીબીઆઈનું તેડું

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૧૪
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તપાસ દિલ્હીની નવી દારૂની નીતિને લઈને થઈ શકે છે. આમ આદમી પાર્ટી (આપ)ના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલને ૧૬ એપ્રિલે સવારે ૧૧ વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ મામલે હજુ પણ જેલમાં છે.૨૦૨૧માં જ્યારે દિલ્હીની નવી આબકારી નીતિ અમલમાં આવી ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આવકમાં વધારો થશે. પરંતુ અહીં તો દિલ્હી સરકારની મુશ્કેલીઓ ચોક્કસ વધી ગઈ છે. આ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયા હાલ જેલમાં છે.પાર્ટીના નેતા સંજય સિંહે ટિ્‌વટ કરીને લખ્યું કે, અત્યાચારનો અંત જરૂર થશે! અરવિંદ કેજરીવાલને સીબીઆઈ દ્વારા સમન્સ પાઠવવાના મામલે પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. અગાઉ, કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી પર બુધવારે, ૧૨ એપ્રિલે સુનાવણી થઈ હતી. ઈડીએ પોતાની દલીલ પૂરી કરી. તપાસ એજન્સીએ સિસોદિયાને સમગ્ર કેસના મુખ્ય કાવતરાખોર તરીકે નામ આપ્યું હતું. સિસોદિયાએ એક્સાઇઝ પોલિસી બનાવવા અને અમલમાં મુકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ દ્વારા ૨૬ ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાની ધરપકડને લઈને ભાજપ પર આડકતરી રીતે પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ઘણી રાષ્ટ્ર વિરોધી શક્તિઓ છે જે દેશને આગળ વધવા દેવા માંગતી નથી. તે નથી ઈચ્છતા કે ગરીબ બાળકોને સારું શિક્ષણ મળે. ગરીબનું બાળક ભણે તો દેશ પ્રગતિ કરે, પણ એ લોકો નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે. એવા લોકો કોણ છે જેઓ નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે? આ તમામ લોકોએ મળીને મનીષ સિસોદિયાને જેલમાં મોકલી દીધા છે. મીડિયા રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૨૧માં અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને નફાના માર્જિનને ૧૨% પર ફિક્સ કરવા માટે વટહુકમ લેવામાં આવ્યો હતો. સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની હાજરીમાં આ ર્નિણય લેવાયો હતો.

Related posts

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યોઃ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઉમટયું ઘોડાપૂર

saveragujarat

એસ જયશંકરના પુસ્તકની મરાઠી આવૃત્તિનું વિમોચન

saveragujarat

ગુરુ અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે -સંત રાજીન્દર સિંહજી મહારાજ

saveragujarat

Leave a Comment