Savera Gujarat
તાજા સમાચારભારત

ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા મુદ્દે આવ્યા મોટા સમાચાર, RBIએ બદલ્યો આ નિયમ…

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગનર્નર શક્તિકાંત દાશે આઈએમપીએસ સર્વિસને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ગ્રાહક એક દિવસમાં 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝક્શન કરી શકશે. આ પહેલા આ લિમિટ 2 લાખ રૂપિયાની હતી. તમને જણાવી દઈએ કે ભારતમાં ઓનલાઈન બેન્કિંગના માધ્યમથી ક્યારેય પણ ક્યાંય પણ પૈસા મોકલી શકાય છે. પરંતુ પૈસા મોકલવાની રીત અલગ અલગ છે. હકીકતે ઓનલાઈન બેન્કિંગથી પૈસા મોકવાની પણ ત્રણ રીતો છે. જેના દ્વારા એમાઉન્ટ ટ્રાન્સફર થાય છે. તેમાં આઈએમપીએસ, ઈનએફટી, આરટીજીએસનું નામ શામેલ છે.

IMPS એટલે કે ઈમીડિયેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ. સરળ ભાષામાં કહીએ તો IMPS દ્વારા કોઈ પણ ખાતા ધારકને ક્યાંય પણ પૈસા મોકલી શકાય છે. તેમાં પૈસા મોકલવાને લઈને કોઈ પાબંદી નથી. તમે અઠવાડિયાના દરેક દિવસમાં 24 કલાકમાં ક્યારેય પણ આઈએમપીએસ દ્વારા અમુક સેકેન્ડમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

 

RBIના નવા નિર્ણય બાદ ગ્રાહક IMPS દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લેવડ-દેવડ કરી શકે છે. તે પહ્લા આ લિમિટ 2 લાખ રૂપિયાની હતી. તમને જણાવી દઈએ કે IMPSથી પૈસા ટ્રાન્સફર કરવા પર ઘણી બેન્ક કોઈ ફી નથી લેતી.

જો તમે સ્માર્ટફોન યુઝ કરો છો તો જે બેન્કમાં એકાઉન્ટ છે તેનું બેન્કિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેને ફંક્શનલ બનાવવા માટે તમારે એમ-પિન અથવા મોબાઈલ પિન જનરેટ કરવાનું રહેશે. આ પિનના સહારે જ તમે એપને લોગિન કરી શકો છો. એપમાં ફંડ ટ્રાન્સફરનો એક ઓપ્શન હોય છે.

અહીં તમે કોઈ બીજી વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ ફંડ ટ્રાન્સફર માટે તમારે પેયીની સંપૂર્ણ ડીટેલ દાખલ કરાવવાની રહેશે.

Related posts

લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવાને કૂદીને ગેસનો સ્પ્રે કરતા અફરાતફરી

saveragujarat

નડિયાદ શહેરના દેસાઈ વગા ખાતે આવેલા બંધ મકાનમાં ચોરી થઇ

saveragujarat

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના પી.આઇનું બિમારીથી અવસાન થતાં પોલીસ બેડામાં સહિત પરિવારમાં શોકની લાગણી

saveragujarat

Leave a Comment