Savera Gujarat
તાજા સમાચારભારત

ભાજપે કરી સૌથી મોટી જાહેરાત વિજય રૂપાણી તથા નીતિન પટેલ સહીત ગુજરાતના નેતાઓને સોંપાઈ આ મોટી જવાબદારી…

ભાજપ દ્વારા રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલનો પણ સમાવેશ કરાયો છે. કાયમી આમંત્રિતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ કરાયો છે. ભારતીબેન શિયાળ, રમીલાબેન બારાનો પણ સમાવેશ કરાયો છે.

એટલું જ નહીં આ સિવાય રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ સહિતના ઘણાં લોકોના નામ ભાજપની આ 80 સભ્યોની રાષ્ટ્રીય કારોબારીની યાદીમાં સામેલ કરાયા છે.

જાણો ગુજરાતના કયા-કયા નેતાઓનો કરાયો સમાવેશ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લાલકૃષ્ણ અડવાણી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

વિદેશ પ્રધાન એસ. જયશંકર

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા

કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા

CM ભૂપેન્દ્ર પટેલ

પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ

ભારતીબેન શિયાળ

રમીલાબેન બારા

કાયમી આમંત્રિત સભ્યો

Ex CM વિજય રૂપાણી
EX Dy CM નીતિન પટેલ

રાષ્ટ્રીય કાર્યસમિતિમાં 50 વિશેષ આમંત્રિત અને 179 સ્થાયી આમંત્રિત સભ્ય હશે. જેમાં મુખ્યમંત્રી, ઉપ-મુખ્યમંત્રી, જુદી-જુદી વિધાનસભા અને વિધાન પરિષદમાં વિધાયક દળના નેતા, પૂર્વ ઉપ-મુખ્યમંત્રી, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોર્ચા અધ્યક્ષ, પ્રદેશ પ્રભારી / સહ પ્રભારી પ્રદેશ અધ્યક્ષ પણ સામેલ થશે.

 

 

 

Related posts

અમિત શાહ ૨૦મી મેએ ગાંધીનગર આવી રહ્યા છે

saveragujarat

હોળી ઈફેક્ટઃ ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેન હાઉસફુલ

saveragujarat

વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ભગવા રંગમાં જાેવા મળશે

saveragujarat

Leave a Comment