Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

હોળી ઈફેક્ટઃ ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેન હાઉસફુલ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૨
રંગોના તહેવાર હોળીની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ તહેવારના અવસર પર વતનથી દૂર રહેતા દરેક પોતાના પ્રિયજનો સાથે તહેવારની ઉજવણી કરવા ઉત્સુક રહે છે. આ વર્ષે હોળીનો તહેવાર ૮ માર્ચે ઊજવવામાં આવી રહ્યો છે. આગામી હોળી-ધુળેટી પર્વ પર મોટા ભાગની ટ્રેન હાઉસફુલ થઈ ગઈ છે. મુસાફરોની માગને પહોંચી વળવા માટે રેલવે દ્વારા રેગ્યુલર ટ્રેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેન પણ દોડવવામાં આવી રહી છે પરંતુ હોળીનાં કારણે ટ્રેનનાં બુકિંગમાં ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. આ વર્ષે પણ મુસાફરોના ધસારાને ઘટાડવા માટે અમદાવાદ, સુરત અને બાંદ્રા ટર્મિનસથી બરૌની, અજમેર અને ગોરખપુર સુધી વિશેષ ટ્રેન ચલાવવાનો ર્નિણય પણ લેવામાં આવ્યો છે. છતાં મોટા ભાગની ટ્રેનમાં હવે મુસાફરોને જગ્યા મળે તેવી શક્યતા નહિવત છે . તહેવારને લીધે અન્ય નિયમિત ટ્રેન પણ હવે ૧૭ માર્ચ સુધી પેક છે. હોળી અને છઠ દરમિયાન મોટાભાગના મુસાફરો ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવી શકતા નથી. જાેકે આ પરિસ્થિતિમાં રેલવે દર વર્ષે હોળી પહેલાં મોટી સંખ્યામાં હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવે છે.અધિક માસમાં દુકાળની જેમ સ્પેશિયલ ટ્રેનનું ભાડું વધારે થઈ જવા સાથે નિયમિત ટ્રેન ભરાઈ જવાથી મુસાફરો પરેશાન થઈ ગયા છે. હોળી પહેલાં યુપીના પ્રયાગરાજ, કાનપુર, ઝાંસી અને ગોરખપુર જવા માટે ટ્રેનમાં હવે જગ્યા નથી. ઉધના-દાનાપુર-૧૭૧ વેઇટિંગ, વારાણસી મહામના એક્સપ્રેસ-૧૧૭ વેઇટિંગ, સુરત-ભાગલપુર-૨૪૭ વેઇટિંગ, અમદાવાદ-બરૌની-૧૫૬ વેઇટિંગ ચાલી રહ્યું છે, જયારે બાંદ્રા-ગાઝીપુર એક્સપ્રેસ, બાંદ્રા-ગોરખપુર હમસફર-ફુલ છે. બીજી તરફ વલસાડ-મુઝફ્ફરપુર હોળી સ્પેશિયલ ટ્રેન, રાજગીર-આનંદ વિહાર હોળી સ્પેશિયલ ટ્રેન, સહારસા-અંબાલા હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની રેલવેએ જાહેરાત કરી દીધી છે પરંતુ તેમાં પણ મુસાફરનો ધસારો વધી રહ્યો છે.
રાજસ્થાન તરફ જતી તમામ ટ્રેન પણ હાઉસફુલ છે. બુકિંગ વધી જતાં રાજસ્થાન તરફ જતી ટ્રેનના કોચમાં વધારો કરવા સૂચના આપવામાં આવી છે. બે વર્ષ બાદ પરિવાર સાથે રાજસ્થાન હોળી મનાવવા લોકો વતન તરફ વળ્યા છે. અમદાવાદથી ઉદયપુર, જયપુર, જેસલમેર સહિત જવા પેસેન્જરનો મોટો ધસારો જાેવા મળી રહ્યો છે.હોળીમાં વતન જવા માટે ટ્રેનમાં પડાપડી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને બિહાર જતી ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ ૨૦૦ને વટાવી ગયું છે. હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. કન્ફર્મ ટિકિટ મેળવવાની આશામાં લોકો સવારથી જ રિઝર્વેશન કાઉન્ટર પર લાંબી લાઈનમાં ઊભા રહે છે પરંતુ કન્ફર્મ ટિકિટ નહીં મળતાં ઘણા લોકો તહેવાર પર ઘરે જવા માટે શહેરની તમામ ખાનગી ટ્રાવેલ્સનો સંપર્ક કરવા ઉપરાંત અન્ય વિકલ્પો શોધી રહ્યા છે.

Related posts

ભાઇએ પોતાની સ્વર્ગવાસ બહેનના સ્મરણાર્થે સિવિલ હોસ્પિટલમાં સતત બીજા વર્ષે રૂ.૭૫ લાખનું ઐતિહાસિક દાન કર્યું

saveragujarat

વર્ષ 2021 માટે આ બે વૈજ્ઞાનિકોની નોબેલ પ્રાઈઝ માટે કરાઈ પસંદગી

saveragujarat

સેન્સેક્સમાં ૪૯ અને નિફ્ટીમાં ૧૩ પોઈન્ટનો વધારો થયો

saveragujarat

Leave a Comment