Savera Gujarat
તાજા સમાચારભારત

જાણો આવતીકાલથી શરૂ થતી નવરાત્રી ગરબા સ્થાપન અને શુભમુહુર્ત-વિધિ વિષે

માં દુર્ગાના નવ રૂપોની આરાધનાનો ઉત્સવ એટલે કે નવરાત્રી નો આવતીકાલથી શુભારંભ થઇ રહ્યો છે. આસો માસની નવરાત્રી માં શક્તિની ઉપાસના કરવાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ઘરમાં ગરબાની સ્થાપન કરવાની સાથે સાથે માં દુર્ગાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. દશેરાના દિવસે આ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. આ વચ્ચે 15 ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે. આસો માસની પ્રતિપદાથી નવરાત્રિની શરૂઆત થાય છે. આ દિવસે ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષ 7 ઓક્ટોબરે ગરબાનું સ્થાપન કરવા માટે શુભ મુહૂર્ત 06 વાગીને 17 મિનિટથી 10 વાગીને 11 મિનિટ સુધીનું રહેશે. તો, અભિજીત મુહૂર્ત 11 વાગીને 46 મિનિટથી 12 વાગીને 32 મિનિટ સુધીનું રહેશે.

ગરબાનું સ્થાપન કરવા માટે માટીના વાસણમાં સાત પ્રકારના અનાજ રાખો. કળશમાં પાણી ભરીને તેને માટીના વાસણની ઉપર રાખો. હવે કળશની ઉપર આસોપાલવના પાન મુકો અને લાલ વસ્ત્રમાં નારિયળ બાંધીને મુકો. હવે ભગવાન ગણેશ અને કળશની પૂજા કરીને માં દુર્ગાનું આહવાન કરો.

નવરાત્રીને લઈને આ વખતે સ્થિતિ શુભ નથી. તેના મુખ્ય બે કારણ છે. પહેલું નવરાત્રી ગુરુવારથી શરૂ થાય છે. જયારે નવરાત્રી ગુરુવારથી શરૂ થાય છે ત્યારે તેનો અર્થ થાય છે કે માં દુર્ગા ડોલીમાં સવાર થઈને આવશે. માં દુર્ગાની ડોલીની સવારી શુભ નથી માનવામાં આવતી. બીજું અશુભ કારણ દિવસોનું ઘટવું છે. નવરાત્રી 9 દિવસની હોય છે પરંતુ આ વર્ષે હિન્દૂ પંચાંગ મુજબ આ વખતે નવરાત્રી માત્ર 8 દિવસની છે.

7 ઓક્ટોબર: મા શૈલપુત્રી
8 ઓક્ટોબર: મા બ્રહ્મચારિણી
9 ઓક્ટોબર: માતા ચંદ્રઘંટા અને માતા કુષ્માંડા
10 ઓક્ટોબર: માતા સ્કંદમાતા
11 ઓક્ટોબર: મા કાત્યાયની
12 ઓક્ટોબર: માતા કાલરાત્રી
13 ઓક્ટોબર: માતા મહાગૌરી
14 ઓક્ટોબર: માતા સિદ્ધિદાત્રી
15 ઓક્ટોબર: દશેરા

 

Related posts

અમૃતપાલના ૧૧ સાથીને ૧૪ દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ

saveragujarat

અમદાવાદ અને ગુજરાતની ચૂંટણીના ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરોમાં ઝળકે છે ગુજરાતીઓનો મતાધિકાર માટેનો ઉત્સાહ

saveragujarat

એએમટીએસની બસોના છેલ્લા ૧૦ વર્ષમાં ૨૪૦૭ અકસ્માત

saveragujarat

Leave a Comment