Savera Gujarat
તાજા સમાચારવિદેશ

વર્ષ 2021 માટે આ બે વૈજ્ઞાનિકોની નોબેલ પ્રાઈઝ માટે કરાઈ પસંદગી

મેડિસિન અને ફિઝિક્સ બાદ હવે કેમિસ્ટ્રીના નોબેલ પ્રાઈઝની જાહેરાત કરાઈ છે. ડેવિડ મેકમિલન અને બેન્જામિન લિસ્ટની 2021ના કેમિસ્ટ્રીના નોબેલ પ્રાઈઝ માટે પસંદગી થઈ છે.

બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબ્લ્યૂ સી. મેકમિલનને અસમમિત ઓર્ગેનોકૈટલિસિસના વિકાસ માટે આપવામાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ બંને વૈજ્ઞાનિકોને મોલિક્યૂલર કન્સ્ટ્રક્શન માટે એક સટીક અને નવું ઉપકરણ વિકસિત કર્યુ છે. આ ઉપકરણની ફાર્માસ્યુટિકલ રિસર્ચ પર ખુબ મોટો પ્રભાવ પડ્યો છે.

મળતી માહિતી મુજબ, નોબેલ પ્રાઈઝની જાહેરાત કરનાર રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે એવી જાહેરાત કરી કે, ડેવિડ મેકમિલન અને બેન્જામિન લિસ્ટને કેમિસ્ટ્રીનો નોબેલ પ્રાઈઝ મળશે. ડેવિડ મેકમિલન અને બેન્જામિન લિસ્ટ અસીમિત ઓર્ગેનોકેટલિસિસના વિકાસ માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

આ બન્ને વૈજ્ઞાનિકોની શોધથી અણુઓના નિર્માણ કાજે ઉપકરણ બનાવવા માટેના દ્વાર ખુલ્યા છે. આ બંને વૈજ્ઞાનિકોને મોલિક્યૂલર કન્સ્ટ્રક્શન માટે એક સટીક અને નવું ઉપકરણ વિકસિત કર્યુ છે. આ ઉપકરણની ફાર્માસ્યુટિકલ રિસર્ચ પર ખુબ મોટો પ્રભાવ પડ્યો છે. કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ, સ્ટોકહોમ, સ્વીડન દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

Related posts

પત્નીના અસહ્ય ત્રાસથી પતિએ જાત જલાવી મોતને વ્હાલું કર્યું

saveragujarat

સંસદ ભવનના મોદી દ્વારા ઉદ્‌ઘાટન સામેની અરજી સુપ્રીમે ફગાવી દીધી

saveragujarat

ડેન્ગ્યુ તાવથી દૂર રહેવા માટે ખોરાક માં આ વસ્તુઓનો કરો સમાવેશ, પ્લેટલેટ્સ વધવામાં થશે મદદરૂપ…

saveragujarat

Leave a Comment