Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

અરવલ્લીના ૩ તાલુકાઓમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કાનૂની શિક્ષણ શિબિર યોજાયા

જીલ્લાના ત્રણ તાલુકામાં પેનલ અડવોકેટો દ્વારા 200 જેટલા લોકોને જરૂરી કાનૂની સલાહ તેમજ જુદા જુદા કાયદાઓનું જ્ઞાન અપાયું

નિકુલ પટેલ અરવલ્લી
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, અરવલ્લી ધ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારના “આઝાદી કા અમૃત મહોત્સવ” ના ભાગરૂપે તા.૨ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર ૨૦૨૧ના સમયગાળા દરમ્યાન કાનૂની શિક્ષણ શિબિરો યોજાવાની શરૂઆત થઈ છે.

જે અંતર્ગત ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ ના માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,અરવલ્લી દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ના ભાગ રૂપે ગાંધી જયંતિના પાવન અવસર પર અરવલ્લી જીલ્લાના ત્રણ તાલુકામાં મેગા કાનૂની શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દરેક તાલુકામાં પેનલ અડવોકેટો દ્વારા લગભગ 200 લોકોને જરૂરી કાનૂની સલાહ તેમજ જુદા જુદા કાયદાઓનું જ્ઞાન આપવા માં આવ્યું હતું.

Related posts

અમદાવાદ ખાતે લોકોમાં જાગૃતતા કેળવવા વિશ્વ ઓઝોન દિવસની કરાઈ ઉજવણી

saveragujarat

ખુલ્લા કૂવામાં સિંહ-સિંહણ પડતાં બંનેના મોત નિપજ્યા

saveragujarat

રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી મેચ જીતી

saveragujarat

Leave a Comment