Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

વાવ થરાદમાં જાહેર કરેલા ૫૦૦ કરોડ ગૌશાળાને ન ચૂકવાતા ગૌભક્તો ઉપવાસ આંદોલન પર

સવેરા ગુજરાત, થરાદ,તા.૧૪
રાજ્ય સરકારે ૨૦૨૨-૨૩ના બજેટમાં ગૌશાળાઓ અને પાંજરાપોળને સહાય આપવા અંગે જાહેરાત કરી હતી. જે તે સામે સરકારે જાહેરાત કરીને ૫૦૦ કરોડ રૂપિયા ચૂકવવા અંગે ર્નિણય લીધો હતો. ત્યારબાદ લાંબો સમય વીતવા છતાં સરકારે હજુ સુધી ગૌશાળાઓ અને પાંજરાપોળને સહાય ન ચુક્વતા સંચાલકો લાલઘૂમ થયા છે.બે ગૌ ભક્તો (૧) રાણા ભાઈ રાજપૂત (૨) રમેશભાઈ ગામોટ એ અન્નનો ત્યાગ કરી થરાદ ખાતે ધરણાં ચાલુ કર્યા છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા આશરે આઠેક માસ પહેલા ગુજરાત સરકારના બજેટ’માં ગુજરાતની ગૌશાળા-પાંજરાપોળની ગૌ-માતા માટે રૂપિયા ૫૦૦ (પાંચશો)કરોડ આપવાની જાહેરાત કરેલ હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ નાણાં ગૌ શાળાઓને ચૂકવવામાં આવેલ નથી જેના માટે ગૌશાળા સંચાલકો તથા ગૌ ભક્તો સંતો મહંતો દ્વારા આ ૫૦૦ કરોડની માગણી માટે અલગ અલગ સ્તરે સરકારને રજૂઆત કરવા છતાં અને ગૌ શાળા સંચાલકો અને ગૌ ભક્તોએ વિનંતી કરવા છતાં રાજ્ય સરકાર તરફથી કોઈ હકારાત્મક પત્યુતર મળેલ નથી કે ફળદાઇ કામ થયેલ ન હોય
નોંધનિય છે કે, બનાસકાંઠા જિલ્લામાં હાલ ૧૭૦ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જેમાં ૭૫ હજાર જેટલા રખડતા બિનવારસી , કતલખાને જતા અને બીમાર પશુઓને સાર સંભાળ રાખવામાં આવી રહી છે. જિલ્લાની મોટા ભાગની ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર ચાલતી હતી. તેવામાં આવેલી કોરોના મહામારી બાદ દાનની સરવાણી ઘટી પડતાં ગૌશાળા સંચાલકો મુંઝવણમાં મુકાયા હતા આ દરમિયાન ગુજરાત સરકારે ૨૦૨૨-૨૩ના બજેટમાં ગૌશાળાઓને ૫૦૦ કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ સહાયને લઈને દાન આવતું બંધ થયું છે અને હવે સરકાર દ્વારા પણ સહાય ન ચૂકવાતા ગૌધનના નિભવમાં મુશ્કેલી પડી રહી છે.
મહત્વનું છે કે દેશના ઘણા રાજ્યોમાં સરકાર ગૌ શાળા અને પાંજરાપોળને કાયમી સહાય આપે છે. જેમાં ગૌ શાળામાં રહેલા પશુધનના આધારે પ્રતિ પશુ દૈનિક સહાય આપવામાં આવે છે. પણ ગુજરાતમાં આવી કોઈ સુવિધા નથી. ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના જાહેર કરી છે. પણ તેની અમલવારી યોગ્ય રીતે થતી ન હોવાના ગૌ શાળા સંચાલકો આરોપો કરી રહ્યા છે. રજિસ્ટર્ડ ગૌ શાળાના પશું દીઠ ૩૦ રૂપિયાની સહાય જાહેર કરી હતી પણ તે આજની તારીખ સુધી ન અપાઈ હોવાનો દાવા સાથે હવે ગૌભક્તો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.

Related posts

હું તો સામાન્ય પરિવારનો સંતાન છું, મારી કોઈ ઓકાત નથી : મોદી

saveragujarat

“માનવ અધિકાર દિન ની સાપ્તાહિક ઉજવણીએક સપ્તાહ સુધી ઉજવણી કરવામાં આવશે

saveragujarat

જીતુ વાઘાણીના નીવેધન મુદ્દે ભાજપની વિવિધ પાંખોએ મૌન સેવ્યું

saveragujarat

Leave a Comment