Savera Gujarat
તાજા સમાચારભારત

બાળકોને વેક્સિન આપવામાં થશે હજુ મોડું, સમગ્ર પ્રક્રિયા આ મુદ્દે અટવાયેલી છે…

બાળકોને વેક્સિન મોડા મળી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે તે વેક્સિન કંપીઓ સાથે તેના ભાવને લઈને આગળની પ્રક્રિયા અટકેલી છે. અગાઉ મંત્રાલય દ્વારા આશા આપવામાં આવી હતી કે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં બાળકોને વેક્સિન આપી શકાશે.

ઝાયકોવ-ડી વેકેસિન બાળકો માટે તૈયાર કરવામાં આવી છે. આ વેક્સિન ભારતનીજ કંપની ઝાયડક કેડિલા દ્વારા તૈયાર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ વેક્સિનને ઈન્જેકશન વગર આપી બાળકોને આપવામાં આવશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે વેક્સિન એટલા માટે હજું સુધી બાળકો સુધી નથી પહોચી શકે કારણકે આ વેક્સિનની કિંમતને લઈને કંપની અને સરકાર વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ વેકેસિનની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. સાથેજ તેમણે કહ્યું કિંમત મુદ્દે કંપની સાથે વાતચીત ચાલું છે.

ઉલ્લેખનીય છે કે આ વેક્સિનને 12 વર્ષથી વધુના બાળકોને આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અન્ય કોરોનાની વેક્સિનની સરખામણીએ આ વેક્સિન તદ્દન અલગ છે. જેના કારણે આ વેક્સિનની યોગ્ય કિંમત નક્કી કરવી ઘણી જરૂરી છે. ખાસ વાત એ છે આ વેક્સિનને ઈન્જેકશન વગર એપ્લીકેટરની મદદથી આપવામાં આવશે

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટે ગતિ પકડી

saveragujarat

Ukમાં MBA કરતી પત્નીની છાતીમાં ચાકૂમારી ઘાતકી હત્યા કરી

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષમાં ૧૦૦ લીવર અને ૨૦૦ કિડનીનું દાન મળ્યું

saveragujarat

Leave a Comment