Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટે ગતિ પકડી

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૧૬
બુલેટ ટ્રેન એ ગુજરાતમાં મોદીનું સપનું છે. ટ્રેન મોડી પડી હોવા છતાં સરકાર કોઈ પણ સંજાેગોમાં આ કામગીરી પૂર્ણ કરવા માગે છે. બુલેટ ટ્રેન માટે સૌથી મોટી સમસ્યા એ જમીન સંપાદનની છે. મહારાષ્ટ્રમાં આ માટે મુશ્કેલીઓ આવી રહી છે. હવે સરકાર બદલાતાં ભાજપને આશા છે કે આ કામગીરી સ્પીડ પકડશે. અમદાવાદ મુંબઇ વચ્ચેનો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ સડસડાટ આગળ વધી રહ્યો છે. બે ફાયનાન્સીયલ હબ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનું ૫૦૮ કિલોમીટરનું અંતર કાપવા હાઇ સ્પીડ કોરીડોર તૈયાર થઇ રહ્યો છે. ૨૦૨૨ની ૩૧ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ૨૪.૭૩ ટકા જ્યારે મહારાષ્ટ્રમાં ૧૩.૩૭ ટકા કામ પુરૂં થયું છે. ૨૧.૪૪ કિલોમીટરના માર્ગ પર ગર્ડર ઉભા કરી દેવાયા છે. બે કલાક અને સાત મિનિટમાં બુલેટ ટ્રેન અંતર કાપશે જે સાબરમતી, અમદાવાદ,આણંદ,વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, ભાઇસર, વિરાર અને થાણે સ્ટેશન કરશે. ૨૦૨૬ના વર્ષ સધી દેશની પહેલી બુલેટ ટ્રેન સેવા શરૂ થઈ જશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતનો સિંહફાળો છે. તમારે એ પણ જાણવાની જરૂર છે કે જમીનથી ઉપર કેવી રીતે દોડશે છુકછુક ગાડી. સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજાેશમાં જાેવા મળી રહી છે. સુરતમાં ૪૮ કિલોમીટર ૫૪ ફૂટ જમીનથી પર બુલેટ ટ્રેન દોડશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ સુરત માટે અતિ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ૧૫ ઓગસ્ટ ૨૦૨૬થી સુરતથી બિલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. આ ટ્રેનનું ૩૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ટ્રાયલ થશે. બુલેટ ટ્રેનનું ભાડુ પ્લેનના ઈકોનોમી ક્લાસ જેટલું જ રહેશે.
બુલેટ ટ્રેન સવારના ૬થી રાતના ૧૨ વાગ્યા સુધીમાં પિક અવર્સ દરમિયાન દર ૨૦ મિનિટે અને નોન પિક અવર્સ દરમિયાન દર ૩૦ મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે. મુંબઈથી અમદાવાદ સુધીમાં બુલેટ ટ્રેનનાં ૧૨ સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનની લંબાઈ ૫૦૮.૫ કિલોમીટર રહેશે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ ૩૨૦ કિ.મી. પ્રતિ કલાક રહેશે તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું ૫૦૮ કિ.મી.નું અંતર માત્ર ૨ કલાક ૭ મિનિટમાં જ કપાશે. અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવાશે.ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ૩૫૨ કિલોમીટરના રૂટ પર ૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં બુલેટ ટ્રેન રૂટના બ્રિજના થાંભલા બનાવવાનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે, જેમાં મુખ્યત્વે ખેડા, આણંદ, વડોદરા, ભરૂચમાં કામગીરી મોટા પાયે થઈ છે. બુલેટ ટ્રેન મોદી ૨૦૨૪ પહેલાં દોડાવવા માગતા હતા. હવે આ ટ્રેનનો ટ્રાયલ ૨૦૨૬માં યોજાશે.

Related posts

સુરતમાં મોડી રાત્રે ૩.૮ની તીવ્રતાનો આંચકો આવ્યો

saveragujarat

૭૫મા પ્રજાસત્તાક પર્વની નવી દિલ્હી ખાતેની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલા ગુજરાતના ટેબ્લો ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO’’ને પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં પ્રથમ ક્રમનું ગૌરવ સન્માન મળ્યું છે.

saveragujarat

એમડી ડ્રગ્સ પર અમદાવાદ પોલીસની સર્જીકલ સ્ટ્રાઇક

saveragujarat

Leave a Comment