Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

કોરોના બાદ જૂનાગઢમાં આ રોગચાળાએ લોકોને લીધા બાનમાં…

કોરોના બાદ વધુ એક રોગચાળાએ માથું ઊંચક્યું છે, સમગ્ર ગુજરાત સહિત જૂનાગઢમાં પણ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વાઇરલ ફીવર અને વરસાદી મોસમ હોવાથી અનેક પાણીજન્ય રોગોનું પ્રમાણ વધતું જણાય છે. જો હજુ પણ વરસાદની પરિસ્થિતિ એવીને એવી રહેશે તો, આ કેસમાં હજુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડેન્ગ્યુ એ મચ્છરજન્ય વાયરલ રોગ છે, જે વિશ્વમાં ખુબજ ઝડપથી ફેલાયો છે. ડેન્ગ્યુ વાયરસ મુખ્યત્વે એજીપ્ટી પ્રજાતિના માદા મચ્છરો દ્વારા ફેલાય છે. આ મચ્છરો ચિકનગુનિયા, તાવ અને ઝીકા વાયરસના પણ વેક્ટર છે. આ ઉપરાંત મેલેરિયા પણ મચ્છરથી ફેલાતો રોગ છે, પરંતુ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરો દિવસે કરડવાથી થાય છે, મેલેરિયાના મચ્છરો રાત્રે કરડવાથી થાય છે.

ડેન્ગ્યુના મચ્છર આપણાં ઘરમાં કે ઘરની આજુબાજુ જે બંધિયાર પાણી ભરાયેલું રહે છે, તેમાં ઉત્પન્ન થતાં હોય છે. ત્યારે આપણે ઘર અથવા આસપાસના વિસ્તારોમાં ક્યાંય પણ પાણી ભરાય નહીં તેની તકેદારી લેવી જોઈએ. વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ જાય, તેવી વ્યવસ્થા કરવી જોઈએ. શક્ય હોય તો, રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.

ખાસ કરીને ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાની આદત પાળવી જોઈએ અને જો સીઝનલ ફ્લુ એટલે કે; તાવ, શરદી, ઉધરસ થાય તો બીજાને ચેપ ન લાગે તે માટે આપણે સામાજિક અંતર જાળવવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ. હાઈ પ્રોટીન ડાયેટ લેવું જોઈએ, ખુબજ પાણી પીવું જોઈએ, તો આ બધાં ઋતુજન્ય રોગોથી આપણે દૂર રહી શકીએ છીએ.

હાલમાં વાયરલ ઇન્ફેક્શનમાં સીઝનલ ફ્લુ અંગે વાત કરતાં જૂનાગઢના જાણીતા એમ.ડી. તબીબ ડો.સંજય કુબાવતએ જણાવ્યું હતું કે, હાલમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગ ખૂબજ વધ્યાં છે. તેઓને ત્યાં રોજના 30 થી 35 કેસ વાયરલ ઇન્ફેક્શનના તબક્કે આવતાં હોય છે, ત્યારે સૌએ ખુબજ તકેદારી લેવાની જરૂર છે.

Related posts

સબ રજીસ્ટ્રારના ઘરેથી ૫૮.૨૮ લાખ રુપિયા રોકડા ACB ને મળ્યા

saveragujarat

ગાંધીનગરમાં દેવીપૂજક સમાજનું સ્નેહમિલન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સમાજ દ્વારા અભિવાદન

saveragujarat

ચરિત્ર પર શંકા રાખીને પતિએ પત્નીને પતાવી દીધી

saveragujarat

Leave a Comment