Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

જાણો બિહારના સીતામઢીમાં એવી તો શું વાત ફેલાઈ કે બધી દુકાનોમાંથી પારલે-જી બિસ્કિટનો સ્ટોક પૂરો થઈ ગયો ?

આજે દુનિયા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. હવે તો ટેક્નોલોજીએ ખૂબ પ્રગતિ કરી છે જેના કારણે આજે કોઈ પણ વ્યક્તિ ઘરે બેસીને દુનિયાના ખૂણે ખૂણાની ખબર મેળવી શકે છે. સોશિયલ મીડિયાના ઘણા એવા પ્લેટફોર્મ છે જેના પર લોકો પોતાના વિચાર રાખી શકે છે. આ ટેક્નોલોજીના ઘણા ફાયદા છે એવી જ રીતે નુકસાન પણ છે. સોશિયલ મીડિયા પર અફવાઓ ખૂબ જ ઝડપથી પ્રસરી જાય છે. અને આ કોરોના મહામારીમાં આવી અફવાઓથી બચવું ખૂબ જ જરૂરી છે. અફવાઓના કારણે કેટલીક વખતે લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. હાલમાં જ બિહારના કેટલાક વિસ્તારમાં પણ Parle-Gને લઈને એક એવી અફવા ફેલાઈ છે જેના કારણે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.

બિહારમાં સીતામઢીમાં Parle-G બિસ્કિટ સાથે જોડાયેલી એક અફવાએ એટલો વેગ પકડ્યો છે કે જેના કારણે ત્યાં ઉપસ્થિત કરિયાણાની દુકાનો પર Parle-G બિસ્કિટ લેનારા લોકોની ભીડ જામી ગઈ હતી. સીતામઢીમાં Parle-G ને જિતિયા પર્વ સાથે જોડીને એક અફવા ફેલાવવામાં આવી હતી. તેમાં કહેવામાં આ હતું કે ઘરમાં જેટલા પણ પુત્ર છે એ બધાને Parle-G બિસ્કિટ ખાવાની છે અન્યથા તેમની સાથે અણબનાવ બની શકે છે. પુત્રના દીર્ઘ, આરોગ્ય અને સુખમય જીવન માટે આ દિવસ માતાઓ વ્રત રાખે છે.

પછી શું હતું જોત જોતામાં Parle-G બિસ્કિટ ખરીદવા માટે દુકાનમાં ભીડ ઉમટી પડી. અફવાનો ડર એટલો ભયંકર હતો કે ત્યાંની દુકાનોમાંથી Parle-G બિસ્કિટનો સ્ટોક પૂરો થઈ ગયો. રિપોર્ટ્સ મુજબ અત્યારે પણ લોકો આ અફવા પર વિશ્વાસ કરી રહ્યા છે. સીતામઢી જિલ્લાના બેરાગનિયા, ઢેંગ, નાનપુરા, ડુમરા, બાજપટ્ટી, મેજરગંજ સહિત ઘણા પેટાવિભાગમાં આ અફવા ફેલાઈ ચૂકી છે.

અફવા ક્યારે અને ક્યાંથી ફેલાઈ એ અત્યાર સુધી જાણવા મળ્યું નથી પરંતુ આ અફવાના કારણે Parle-G બિસ્કિટના વેચાણમાં અચાનક વધારો થઇ ગયો હતો. ગુરુવારે મોડી રાત સુધી લોકો Parle-G બિસ્કિટ ખરીદતા જોવા મળ્યા હતા. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તેઓ Parle-G કેમ ખરીદી રહ્યા છો? તો તેઓ બોલ્યા કે તેમને જાણવા મળ્યું છે કે Parle-G બિસ્કિટ ન ખાવાથી અણબનાવ બની શકે છે. દુકાનદારે પણ કહ્યું હતું કે બધા લોકો માત્ર Parle-G જ માગી રહ્યા છે.

Related posts

હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ બનશે વેધર સ્ટેશન

saveragujarat

કોંગ્રેસમાં સીએમ કોણ બનશે? બેમાંથી ક્યાંક ત્રીજાે ન ફાવી જાયરૂ

saveragujarat

ગુજરાત પોલીસે અંતે ૪૧૯ ચાઈનીઝ લોન એપ બંધ કરી

saveragujarat

Leave a Comment