Savera Gujarat
Otherતાજા સમાચારભારત

જાણો ટેલિકોમ વિભાગે ક્યાં કારણે વોડાફોન અને એરટેલને 3050 કરોડ નો દંડ ભરવા આપ્યો આદેશ…

ટેલિકોમ વિભાગે વોડાફોન અને એરટેલ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી છે અને તેમને કુલ 3,050 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે.

બંને કંપનીઓ પર લાયસન્સના નિયમો અને કેટલાક અન્ય પ્રસ્થાપિત નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે જેના માટે તેમને ભારે દંડ ભરવો પડશે અથવા કાર્યવાહીનો સામનો કરવો પડશે.


બંને ટેલિકોમ કંપનીઓને ટેલિકોમ વિભાગ દ્વારા દંડ ભરવા માટે ત્રણ સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે નહિતર કડક કાર્યવાહી કરવામાં આવશે. ટેલિકોમ કંપનીઓને હવે પોતાની મનમાની રીતે ચાલવા દેવામાં આવશે નહીં. તેઓએ તમામ કંપનીઓને કડક સંદેશ પણ આપ્યો છે.

રિલાયન્સ જિયોને ઇન્ટર કનેક્શન દ્વારા આંતર જોડાણ આપવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે અને તેથી લાયસન્સ નિયમોના ઉલ્લંઘન બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.

એરટેલે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1,050 કરોડ ચૂકવવા પડશે, જ્યારે વોડાફોને રૂ. 2,000 કરોડનો દંડ ભરવો પડશે અને દંડ ત્રણ સપ્તાહની અંદર ચૂકવવો પડશે.

Related posts

રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૯૧ તાલુકામાં વરસ્યો વરસાદ

saveragujarat

નર્મદા મુદ્દે વિધાનસભામાં અંતિમ દિવસે વિપક્ષનો હોબાળો

saveragujarat

પૂનમના મેળામાં અંબાજી શહેર બોલ માડી અંબેના નાદથી ગુંજ્યું

saveragujarat

Leave a Comment