Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

દુબઈમાં આજથી વર્લ્ડ એક્સ્પોનો થયો પ્રારંભ, આગામી 6 મહિના સુધી 192 દેશો બતાવશે પોતાની તાકાત…

દુબઈમાં આજથી એટલે કે 1 ઓક્ટોબરથી વર્લ્ડ એક્સ્પો શરૂ થયો છે. હવે આગામી 6 મહિના સુધી વિશ્વના 192 દેશો આ એક્સ્પો દ્વારા પોતાની શક્તિ, ટેકનોલોજી અને કલા સંસ્કૃતિ સમગ્ર વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી શકશે. એટલું જ નહીં, આ વખતે આખી દુનિયા દુબઈ એક્સ્પોમાં ભારતના દમ ને જોઈ રહી છે. આ વખતે એક્સપોમાં સૌથી મોટું આકર્ષણ ભારતનું પેવેલિયન છે. ભારતમાંથી, ટાટા ગ્રુપ, રિલાયન્સ, અદાણી, વેદાંતા, એચએસબીસી જેવા અનેક દિગ્ગજ કંપનીઓની સાથે તેમજ સેંકડો બિઝનેસ ગ્રુપ ભાગ લઈ રહ્યા છે.

આ વખતે એક્સ્પો વિશ્વભરના દિગ્ગજ કંપનીઓના ઉત્પાદનો ઉપરાંત નવી ટેકનોલોજી અને ઈનોવેશનનો અદભૂત સંગમ થશે. 192 થી વધુ દેશો એક્સ્પોમાં ભેગા થયા છે અને બધાના અલગ પેવેલિયન ઉભા કરવામાં આવ્યા છે. તમામ દેશોના પેવેલિયન વિશ્વને તેમની વધતી શક્તિ અને ક્ષમતાઓથી વાકેફ કરશે. પેવેલિયન 438 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે. તેમાં કુલ 600 બ્લોક બનાવવામાં આવ્યા છે. આ બ્લોક હંમેશા ફરતા રહેશે. હકીકત એ છે કે આ બ્લોક સતત આગળ વધી રહ્યા છે. તે એક સંકેત છે કે ભારત સતત આગળ વધી રહ્યું છે.

પેવેલિયન બનાવવા માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એક્સ્પોમાં ભારતીય પેવેલિયન 11 અલગ અલગ થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેણે સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ, સાયબર સિક્યુરિટી, હેલ્થકેર, સ્ટાર્ટઅપ્સ, મેક ઇન ઇન્ડિયામાં રોકાણની સંભાવના દર્શાવી છે.

Related posts

ચૂંટણી પંચે દેશભરમાંથી ૮૬ નકલી રાજકીય પક્ષો પર ફેરવી કાતર

saveragujarat

બીબીસીની ઓફિસમાં આવકવેરા વિભાગનો સર્વે આખરે પૂર્ણ થયો

saveragujarat

ખુલ્લા કૂવામાં સિંહ-સિંહણ પડતાં બંનેના મોત નિપજ્યા

saveragujarat

Leave a Comment