Savera Gujarat
તાજા સમાચાર
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૯૧ તાલુકામાં વરસ્યો વરસાદ

અમદાવાદ, તા.૧૬
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે અનેક ભાગોમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં જાેવા મળી રહ્યા છે. ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નર્મદાના સાગબારામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. ૫ તાલુકામાં ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે બારડોલી, ગરુડેશ્વર, સોનગઢમાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે. ગરબાડા અને ઉમરપાડામાં પણ ૨ ઈંચ વરસાદ નોંધાયો છે. ૧૭ જેટલા તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ગીરસોમનાથમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર જંગલના ઉપરવાસમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. શિંગોડા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે. જેના પગલે શિંગોડા ડેમનો એક ગેટ ખોલાયો છે. ડેમનો દરવાજાે ખોલતા કોડીનાર સહિત ૧૨ ગામોને એલર્ટ કરાયા છે. દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જાેવા મળી રહી છે. વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. જાેકે, સતત વરસાદ બાદ રોડ રસ્તા ગટરના પાણીથી તરબોળ થયાં છે. લીમડીમાં વરસાદ થતાં ગટરના પાણી રોડ રસ્તા પર ફરી વળ્યાં છે. ગટરના પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતમાં મેઘરાજાની ફરીથી ધમાકેદાર બેટિંગ શરુ થઈ છે. ઓગસ્ટ મહિનો કોરોધાકોર ગયા બાદ હવે ફરીથી મેઘરાજાએ રિએન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. છૂટો છવાયો વરસાદ પડ્યા બાદ ખેડૂતો સારા વરસાદની રાહ જાેઈને બેઠા હતા. એક માસથી વરસાદ ન થતા પાકમાં જીવાતનો ઉપદ્રવ થઈ ગયો હતો. હવે ફરીથી ધોધમાર વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. આજે વરસાદની આગાહીની વાત કરીએ તો, છોટાઉદેપુર અને નર્મદામાં અતિભારે વરસાદ થઈ શકે છે. આજે ૫ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

Related posts

હિમાચલ પ્રદેશ ચૂંટણી : સર્વેથી કોંગ્રેસના નેતાઓ ઝુમવા લાગ્યા

saveragujarat

બેંક-એફએમસીજી શેરોમાં કરંટ : સેન્સેક્સ ૧૪૫ પોઇન્ટ ઉંચકાયો _ શેરબજારમાં તેજી : સેન્સેક્સ ૫૩૦૦૦ને પાર

saveragujarat

દસ્તાવેજ નોંધાવવા સબ રજીસ્ટર કચેરીમાં મિલકતધારકોનો ધસારો

saveragujarat

Leave a Comment