Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પ્રસિધ્ધ જાહેરનામું કરાયું

નવરાત્રિ દરમિયાન રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી શેરી ગરબા તેમજ દુર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશેઃ કોઈપણ અન્ય કોમર્શિયલ રીતે ગરબા કે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં.

રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો મહત્તમ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા તેમજ ૪૦૦ વ્યક્તિઓની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે છૂટ.

નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને ડબ્લુ.એચ.ઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. રાજ્યમાં કોવિડ-૧૯ ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા.૨૯/૦૭/૨૦૨૧ ના હુકમથી સમગ્ર રાજયમાં કેટલાંક નિયંત્રણો મુકવામાં આવેલ છે. રાજયમાં વર્તમાન પરિસ્થિતિની પુનઃસમીક્ષા કરતાં ગૃહ વિભાગના તા.૨૯/૦૭/૨૦૨૧ના હુકમથી સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવેલ નિયંત્રણોના સ્થાને સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૨૪/૦૯/૨૦૨૧ના હુકમથી નીચે મુજબના નિયંત્રણો તા.૨૫/૦૯/૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાકથી તા.૧૦/૧૦/૨૦૨૧ ના સવારના ૦૬:૦૦ કલાક સુધી અમલમાં મુકવામાં આવેલ છે. જે મુજબ બનાસકાંઠા જિલ્લા માટેના નિર્દેશો બહાર પાડવા ઉચિત જણાય છે.

આનંદ પટેલ, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ એક્ટની કલમ-૪૩, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા આથી ફરમાવ્યું છે.

(A)તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોપ્લેકસ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટસ, અઠવાડીક ગુજરી, બજાર, હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે.

(B) જીમ ૭૫ % ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન ચાલુ રાખી શકશે.

(C)જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન ખુલ્લા રાખી શકાશે.

(D)લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ (ચારસો) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે (ડિજીટલ ગુજરાત પોર્ટલ) પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.

(E)અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૧૦૦ (એકસો) વ્યક્તિઓની મંજુરી રહેશે.

(F)તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦ % (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.

(G)ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ % વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી સાથે ચાલુ રાખી શકાશે.

(H)શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.

(I)શાળા, કોલેજો, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગે પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી સાથે યોજી શકાશે.

(J)વાંચનાલયો ૭૫ % ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન ચાલુ રાખી શકાશે.

(K)પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી. બસ સેવાઓ ૧૦૦ % ક્ષમતા સાથે (સ્ટેન્ડીંગ નોટ અલાઉ) જયારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫ % પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સ્પોર્ટ સેવાઓને રાત્રિ કરફ્યુમાંથી મુકિત આપવામાં આવે છે.

(L)પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.

(M)સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦ % કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.

(N)વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૭૫ % કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.

(O)સ્પા સેન્ટરો બંધ રહેશે.

(P)ઉપરોકત A, B, G, J, K, L, M, N માં જણાવેલ બાબતો સંદર્ભમાં તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજીયાત રહેશે. જે વ્યક્તિઓના આર.ટી.પી.સી.આર ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી હોસ્પીટલની ડીસ્ચાર્જ સમરીની તારીખથી ૯૦ દિવસ પુર્ણ થયા બાદ તુરંત વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

(Q)નવરાત્રિ દરમિયાન રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દુર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. ગરબા/ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલ હોવા જોઈશે. આવા આયોજનમાં લાઉડ સ્પીકર કે ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. પરંતુ પાર્ટી પ્લોટ, કલબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઈપણ જગ્યાએ કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહી.

(R) અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને આર.ટી.પી.સી.આર ટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે.

(S) તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.આ જાહેરનામુ સમગ્ર બનાસકાંઠા જિલ્લા મહેસુલ વિસ્તારમાં લાગુ પડશે.

આ જાહેરનામું તા.૨૫/૦૮/૨૦૨૧ થી તા.૧૦/૧૦/૨૦૨૧ (બંને દિવસ સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક.૧૮૮ તથા ગુ.પો.અધિ.ક.૧૩૭ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

અહેવાલ : વિક્રમ સરગરા , અંબાજી

Related posts

વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં અનંત શ્રી વિભૂષિત જગતગુરુ સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શુભેચ્છા મુલાકાત…

saveragujarat

કોંગ્રેસના મોડેલે ગુજરાતને તો તબાહ કર્યું : વડાપ્રધાન

saveragujarat

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ બદલ નાણા વિભાગના વર્ગ ૩નો કર્મચારી સસ્પેન્ડ

saveragujarat

Leave a Comment