Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભગવાન જગન્નાથને વધાવવા ભક્તો આતુર, તમામ તૈયારીઓ પૂર્ણ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૯
આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. રથયાત્રા આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીને વહાલથી વધાવવા ભક્તો આતુર બન્યા છે. આજે પણ સવારથી ભગવાનનાં દર્શને ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. સવારની મંગળા આરતી પૂર્વે ભગવાનના દર્શન માટે ભક્તો આખી રાત મંદિરમાં સેવા અને કીર્તન કરશે. આવતી કાલે અષાઢી બીજના દિવસે વહેલી સવારના ચાર વાગ્યે ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજારોહણવિધિ કરવામાં આવશે. ૭૨ વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજશે.આવતીકાલે રથયાત્રામાં ૧૮ શણગારેલા ગજરાજ જાેડાશે અને ૧૦૧ ભારતીય સંસ્કૃતિની પ્રતિકૃતિ દર્શાવતી ટ્રકો પણ જાેડાશે. ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળી, ત્રણ બેન્ડવાજાં પણ રથયાત્રામાં જાેડાશે. અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતનાં શહેરોમાંથી ૨૦૦૦ જેટલા સાધુ-સંતો આવી ચૂક્યા છે. રથયાત્રા દરમિયાન ૩૦૦૦ કિલો મગ, ૫૦૦ કિલો જાંબુ, ૫૦૦ કિલો કાકડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવશે. ગઈ કાલે ભગવાનનો ગૃહપ્રવેશ થઇ ચૂક્યો છે. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, ભાઈ બલરામની નેત્રોત્સવવિધિ પણ કરવામાં આવી છે. નેત્રોત્સવવિધિમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા.આજે સવારે ભગવાન સોનાવેશમાં દર્શન આપી રહ્યા છે ત્યારે ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરમાં વહી રહ્યો છે. આજે ગજરાજની પૂજનવિધિ કરવામાં આવી, જેમાં બીસીસીઆઇના જનરલ સેક્રેટરી જય અમિત શાહ હાજર રહ્યા હતા. બપોરના ૧૧.૩૦ વાગ્યે મંદિરના પ્રાંગણમાં રથની પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યાર બાદ બપોરના ત્રણ વાગ્યે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને નેતાઓ દ્વારા રથનું પૂજન અને આરતી કરવામાં આવી. સાંજના આઠ વાગ્યે વિશિષ્ટ પૂજા અને સંધ્યા આરતીમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના પ્રધાનો અને નેતાઓ હાજર રહેશે.અષાઢ સુદ બીજના દિવસે આવતીકાલે મંગળવારે સવારના ૩.૪૫ વાગ્યે ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે. ત્યારબાદ ૪ વાગ્યે ભગવાનની મંગળા આરતી કરાશે. ૪.૩૦ વાગ્યે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. ભગવાનની મંગળા આરતીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાજર રહેશે અને અતિથિવિશેષ તરીકે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ હાજર રહેશે. ત્યારબાદ સવારના ૬.૦૦ વાગ્યે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવશે.૭.૦૫ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરી ભગવાનના રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે.કહેવાય છે કે સતયુગમાં ઈન્દ્રદ્યુમન નામનો ચક્રવર્તી રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વત પર જાય છે, પરંતુ ભગવાન વિષ્ણુની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હતી. આ વાતથી રાજા ખૂબ નિરાશ થાય છે અને તે સમયે સ્વર્ગમાંથી આકાશવાણી થાય છે કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આ રીતે ભગવાન તેમના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિના સ્વરૂપમાં અવતરિત થાય છે. માન્યતા છે કે રથ ખેંચવા માટે ઉપયોગમાં લેવાતા દોરડા અથવા રથના સ્પર્શ માત્રથી પવિત્ર કર્મોનું ફળ મળે છે. અષાઢી બીજના દિવસે વિષ્ણુસહસ્રનો પાઠ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનીને દિલ્હી ગયા પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે જાેડાયેલી રહી છે. ૨૦૧૪થી અત્યાર સુધી પીએમ મોદી દર વર્ષે મગ અને જાંબુ પ્રસાદ માટે અચૂક મોકલાવે છે. તેઓ સીએમ હતા ત્યારે પણ રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ માટે મગ મોકલાવતા હતા અને આ પરંપરા તેમણે દિલ્હીની ગાદીએ બેઠા બાદ પણ જાળવી રાખી છે. પીએમ મોદીના પૂરા પરિવારની ભગવાન જગન્નાથ સાથે લાગણી જાેડાયેલી છે, જ્યારે તેમનાં માતા હીરાબા શતાયુ વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે પૂરો પરિવાર ભગવાન જગન્નાથના મંદિરે પહોંચ્યો હતો અને માતા હીરાબાના જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમણે ૨૦૦૨થી ૨૦૧૩ સુધી સતત ૧૨ વર્ષ સુધી પ?હિંદવિ?ધિ કરી હતી. સૌથી વધુ પહિંદવિધિ કરનારા સીએમ નરેન્દ્ર મોદી છે.

Related posts

નવ વર્ષની શરૂઆતમાં અંબાજીમાં ભક્તોની ભીડ

saveragujarat

આજે પૂનમના પવિત્ર દિવસે ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ ના કેબીનેટ મંત્રી અર્જુનસિંહજી ચૌહાણ અને વન અને પર્યાવરણ કેબીનેટ મંત્રીશ્રી કિરીટસિંહજી રાણએ સંતોના આશીર્વાદથી કાર્યાલયનો કર્યો મંગલ પ્રારંભ .

Admin

સોખડા હરિધામ મંદિરની ગાદી માટે બે જૂથ વચ્ચે સંઘર્ષની લડાઈ

saveragujarat

Leave a Comment